એમ.ડી ડ્રગ્સ મામલે સગા ભાઈની હત્યા

admin
1 Min Read

રાંદેરમાં એમ.ડી. ડ્રગ્સ મામલે સગા ભાઈએ સાગ રીતો સાથે મળી ભાઈની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે ડિંડોલી પોલીસે જ્યારે વધુ પાંચને રાંદેર પોલીસે ઝડપી પાડ્‌યા હતાં. ગુરૂવારે રાંદેર કોઝવે સર્કલ પાસે એમ.ડી ડ્રગ્સ વેચનાર ભાઈ એવા અલતાફ ઉર્ફે ગુજ્જર અતીહુર રહેમાન સૈયદે તેના સગા ભાઈ આરીફની જમાઈ ઈસ્માઈલ સહિત સાથે મળી હત્યા કરી હતી.  જે મામલે રાંદેર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર સાગરીતોને ઝડપી પાડ્‌યા હતાં.  જ્યારે મુખ્ય આરોપી એવા સગા ભાઈ અલતાફ સૈયદને ડિંડોલી પોલીસે ભેસ્તાન આવાસમાંથી ઝડપી પાડ્‌યો હતો.  તો તેના જમાઈ ઈસ્માઈલ શેખ અને સાગરીતો રાસીદખાન ઉર્ફે તોડુ પઠાણ, અલ્લારખા ઉર્ફે લાલ મોહમ્મદ બરફવાલા અને  શમશેર પઠાણને રાંદેર પોલીસે ઝડપી પાડ્‌યા હતાં અને તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Share This Article