આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપી શકતા નથી. બહારનું જંક ફૂડ તેમજ પ્રદુષણયુક્ત વાતાવરણથી લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે. યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી નામની મેડિકલ જર્નલ અનુસાર દિવસમાં 3 વાર બ્રશ કરવાથી હૃદય સંબધિત બીમારીઓનું જોખમ ઘટે છે. મળતી માહિતી અનુસાર, ઓરલ હેલ્થનું ધ્યાન રાખતા લોકો માટે સાઉથ કોરિયાથી એક સારા સમાચાર સામે આવ્યા છે. આ રિસર્ચમાં 16 લાખ લોકોના ડેટા પર અભ્યાસ કરવામા આવ્યો હતો. રિસર્ચમાં 40થી 79 ઉંમરના લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકોની વજન, ઊંચાઈ, સામાન્ય બીમારી, જીવનશૈલી, અને ઓરલ હેલ્થની તપાસ કરવામાં આવી હતી. રિસર્ચમાં જાતિ, રેગ્યુલર એક્સર્સાઇઝ, આલ્કોહોલની આદત, બોડી માસ ઇન્ડેક્સ જેવા પરિબળોનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં સામે આવ્યું કે દિવસમાં 3 વાર બ્રશ કરવાથી દાંત અને પેઢાંમાં રહેતા બેકટેરિયાની સંખ્યા ઘટે છે. આ બેક્ટેરિયા હાર્ટ અટેક સહિતની અનેક બીમારીઓ માટે કારણભૂત હોય છે. આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર દિવસમાં 3 વાર બ્રશ કરવાથી અનિયમિત ધબકારા થવાનું જોખમ 10% અને હાર્ટ અટેક થવાનું જોખમ 12% ઘટે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
