બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

admin
1 Min Read

કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાનના બે માછીમાર સહિત એક બોટ ઝડપાઈ છે. બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન બંને પાકિસ્તાની માછીમારોને ઝડપીને બોટ કબજે લીધી. બંને લોકો ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા હોવાની આશંકાએ બીએસએફએ વધુ તપાસ હાથ ધરી છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનની માછીમારી બોટ અને બે ઘુષણખોર ઝડપાયા હતા.પ્રાથમિક તપાસમાં બંને શખ્સો માછીમારો હોવાનું સામે આવ્યું હતું. બોટમાંથી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી હાલમાં પાકિસ્તાની માછીમારો અને બોટને કબજે લઈ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.આ પાકિસ્તાની બોટમાં ઝડપાયેલા બે માછીમારોના નામ અહમદ અને હમજા છે. હરામીનાળા પાસેથી 1 બોટ અને 2 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાવવાની ઘટનાને ગંભીરતાથી લઇ સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઇ ગઇ છે. મહત્વનું છે કે,  આ પહેલા પણ હરામિનાળા પાસેથી પાકિસ્તાની બોટ સાથે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયા હતા. ત્યારે હાલ દિવાળીનો તહેવાર નજીક છે તેવામાં ગુપ્તચર એજન્સીએ દેશમાં આતંકી હુમલાનું એલર્ટ પણ જાહેર કરેલ છે જેને લઈન બીએસએફ દ્વારા કચ્છ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે.

 

Share This Article