સુપ્રીમ કોર્ટ તરફથી ચિદમ્બરમને મળી રાહત

admin
2 Min Read

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે, પરંતુ આમ છત્તાં પણ તેમને જેલમાં જ રહેવું પડશે.કારણકે 24 ઓક્ટોબર સુધી પી ચિદમ્બરમ ઈડીની કસ્ટડીમાં છે.  રૂ.1 લાખના બોન્ડ પર જામીન મંજૂર કરાયા છે. CBIના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. 24 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં છે જેમાં ચિદમ્બરમ ટ્રાયલ કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડી શકે.  આ મામલે સુનાવણી દરમિયાન સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે ટ્રાયલ શરૂ ન થઈ જાય અને મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધાઈ ન જાય ત્યાં સુધી ચિદમ્બરમને આ મામલે જામીન મળવા જોઈએ નહીં. આ બાજુ ચિદમ્બરમ તરફથી તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને ભરોસો વ્યક્ત કર્યો કે ચિદમ્બરમ દેશ છોડીને ભાગશે નહીં. હાઈકોર્ટે પણ સ્વીકાર્યું હતું કે ચિદમ્બરમ કોઈ પદ પર નથી આથી  તેઓ પુરાવા સાથે છેડછાડ  કરી શકે નહી અને દેશ છોડીને ભાગી ન શકે.  સુપ્રીમ કોર્ટે જામીન આપતા કહ્યું કે પી ચિદમ્બરમને જેલથી મુક્ત કરવામાં આવી શકે છે પરંતુ શરત એ છે કે તેમની અન્ય કોઈ કેસમાં ધરપકડ ન થઈ હોય. આ સાથે જ તેમને એક લાખના પર્સનલ બોન્ડ ભરવા પડશે. કોર્ટે એમ પણ કહ્યું કે જેલથી બહાર આવે તો પણ તેમણે પૂછપરછ માટે કાયમ ઉપલબ્ધ રહેવું પડશે. હાલ ચિદમ્બર 24 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં છે. સીબીઆઈએ ચિદમ્બરમની 22 ઓગસ્ટના રોજ રાતે તેમના જોરબાગ સ્થિતિ નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી.

Share This Article