ડાયાબિટીઝ, કેન્સર અને રક્તવાહિની રોગોને રોકવા માટે, બરછટ અનાજ અને તુલસીના બીજમાંથી બનેલા કેક અને બિસ્કિટ ઘણા ફાયદાકારક સાબિત થાય છે. આ કેક અને બિસ્કિટ રોગ સામે લડવામાં મદદ કરે છે. ઉપરાંત તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. ઉલ્લેખનીય છે કે, આ બિસ્કિટ અને કેક ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના ફૂડ સાયન્સ અને પોષણ વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યા છે. વિજ્ઞાનીઓએ તે માટે જાડા અનાજમાં પાંચ ટકા તુલસી પાઉડરનો પ્રયોગ કર્યો, જેના કારણે બિસ્કિટ અને કેકમાં ન્યૂટ્રિશિયન વેલ્યૂ ખૂબ જ વધી ગઇ. આ રિસર્ચ કરનાર વિજ્ઞાની ડો.સરોજ દિહયા અને સિનિયર રિસર્ચર ફેલો સુમને જણાવ્યું કે તુલસી મિક્સ કરેલાં ઉત્પાદનનો પ્રયોગ કરવાથી ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધી બીમારીઓ રોકવામાં મદદ મળે છે. કુપોષણની સમસ્યા હોય તો રોજ આ ઉત્પાદનોનું સેવન કરવાથી ઘણી મદદ મળી રહે છે. ડો.દહિયાએ જણાવ્યું કે આ રિસર્ચ એક વર્ષ પહેલાં શરૂ કરાયું હતું, જે હજુ સુધી ચાલુ છે. જેને ખૂબ પ્રશંસા મળી છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ પ્રકારે ઉત્પાદન બનાવવાનું શીખીને મહિલાઓ અને ખેડૂતો પોતાના બિઝનેસની શરૂઆત કરે. જેના માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
