અમદાવાદની શ્રેય હોસ્પિ.માં ભીષણ આગનો મામલો, 8 લોકોના મોત, તપાસ માટે કમિટીની રચના

admin
1 Min Read

મોડી રાત્રે અમદાવાદના નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં વિકરાળ આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી હતી. આ આગની દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા તંત્ર દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી ત્રણ દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે.

તો બીજીબાજુ આ મામલે શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની પણ અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે.

Share This Article