CBSE ધો-10ની પરીક્ષા સંપૂર્ણ રદ્દ, ધો-12ના વિદ્યાર્થીઓ પાસે રહેશે વિકલ્પ

admin
1 Min Read

1થી 15 જુલાઇની વચ્ચે લેવાનાર CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુરવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને આ જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે આ વર્ષની ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષાઓ નહી લેવાય. આ પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ વચ્ચે લેવાવાની હતી. ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે લેવામાં આવશે.

ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ ઇન્ટરનલ અસેસમેન્ટના આધારે માર્ક લેવા માટે તૈયાર થાય અથવા તો માહોલ યોગ્ય થાય ત્યારે લેવાનાર પરીક્ષામાં સામેલ થાય.. આપને જણાવી દઈએ કે, બાકીની સીબીએસઈ બોર્ડની પરીક્ષા અંગે કેટલાક ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ સાથે બીજી બાજુ ICSE બોર્ડે પણ ધો.10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરી હતી. જો કે આ બોર્ડ પાછળથી વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ નહીં આપવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે પરીક્ષા નહીં યોજાય. બંને બૉર્ડની પરિક્ષા રદ્દ થઇ હોય તેવુ કદાચ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે.

Share This Article