અનલોક-2માં મળી શકે છે કેટલીક છૂટછાટ

admin
2 Min Read

દેશમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. જોકે 70થી વધુ દિવસ સુધી લોકડાઉન રહ્યા બાદ દેશની આર્થિક સ્થિતિ કફોડી બની રહી હતી. જેના પગલે સરકારે અનલોક-1 લાગુ કરીને દેશની આર્થિક સ્થિતિ ફરી પાટા પર લાવવા કેટલીક છૂટછાટો આપી હતી.

ત્યારે હવે અનલોક -1 પૂર્ણ થવાની નજીક છે ત્યારે અનલોક-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જુલાઈથી અનલોક-2 લાગુ કરવામાં આવી શકે છે. જેમાં કેટલીક વધારે છૂટ આપવામાં આવી શકે છે.

કોરોનાના વધી રહેલા કેસના કારણે અમુક રાજ્યોએ લોકડાઉન લંબાવ્યું છે અને હજુ પણ આગામી એક મહિના સુધી સ્કૂલ, કોલેજો શરૂ નહીં થાય. અનલોક-2માં કેટલીક છૂટ મળી શકે છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે વિગતે ચર્ચા પણ થઇ છે. જેમાં રાજ્યમાં અનલોક ટુમાં કરફ્યુમાં મોટી રાહત મળે તેવી શક્યતા છે.

રિપોર્ટ પ્રમાણે રેલવે દ્વારા અનલોક-2માં વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે. આ ઉપરાંત દેશભરમાં આવેલા વિવિધ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધારવામાં આવી શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ રાત્રિ કર્ફ્યૂ ટૂંકાવીને રાતના નવને બદલે રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવી શકે છે. તો ધંધા રોજગારને લઇને પણ મોટી રાહત મળી શકે તેમ છે.

જેમાં સાંજે સાત સુધી ચાલતા ધંધા રોજગારને હવે રાતના દસ વાગ્યા સુધી છુટ મળી શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધુ પ્રમાણમાં શરૂ કરવાની શક્યતા છે.  કોરોનાની સૌથી વધુ અસર હોટલ અને રેસ્ટોરા ઉદ્યોગને થઇ છે. તેમાં પણ સરકાર રાહતનો નિર્ણય લઇ શકે છે જેમાં રેસ્ટોરા. હોટલો અને ખાણીપીણીના બજારોને રાતે દસ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી શકે છે.

 

શું મળી શકે છે છૂટછાટ?

રાત્રિ કર્ફયૂમાં મોટી રાહત મળે તેવી શક્યતા, રાત્રિ કર્ફયૂ રાત્રે 12થી સવારના 5 કરે તેવી સંભાવના

વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે

ધંધા-રોજગારને પણ અનલોક-2માં રાહત મળી શકે છે

ધંધા-રોજગારનો સમય સાંજે 7ના બદલે રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રાખવા મંજૂરી મળી શકે છે

રેસ્ટોરન્ટ-હોટલ અને ખાણીપીણીની લારીને પણ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી શકે છે

પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધુ પ્રમાણમાં શરૂ થવાની શક્યતા

Share This Article