ગુજરાતમાં કોરોનાનો ટેસ્ટનો ચાર્જ સૌથી ઊંચો, જાણો કોરોનાના ટેસ્ટના કયા રાજ્યમાં કેટલા ચાર્જ ?

admin
1 Min Read

ગુજરાતભરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે, ત્યારે ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરી દ્વારા લેવાતો રૂ. 4500નો ટેસ્ટ ચાર્જ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો ઉંચો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

આ દરમાં ઘટાડો કરવામાં આવે તો વધુ લોકો તેનો લાભ લઇ શકે તેમ છે. આ બાબતે અમદાવાદ મેડિકલ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને હેલ્થ વિભાગના અગ્ર સચીવ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે મેડિકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડૉ. મોના પી. દેસાઈએ જણાવ્યું હતું કે, આપણો દેશ ગરીબ છે ત્યારે કોરોનાના ટેસ્ટના ચાર્જ આટલાં ઉંચા પોષાય તેમ નથી. એક જ ઘરમાંથી બે લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાવવો હોય તો 9000 રૂપિયા થાય.

હવે જ્યારે કોરોના તેના પીક તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ ટેસ્ટના નફા વગર ન્યાયપૂર્ણ, વાસ્તવિક અને વ્યાજબી દર નક્કી કરવા જોઇએ. આ માટે 2000થી 2400ના ફિક્સ રેટ નક્કી થાય તો લોકોને રાહત થઈ શકે છે.

કયા રાજ્યમાં કોરોના ટેસ્ટનો કેટલા રુપિયા ચાર્જ?

આંધ્ર પ્રદેશ૨૪૦૦થી ૨૯૦૦
દિલ્હી૨૪૦૦
મહારાષ્ટ્ર૨૨૦૦થી ૨૮૦૦
તેલંગાણા૨૨૦૦થી ૨૮૦૦
તામીલનાડુ૨૫૦૦થી ૩૦૦૦
રાજસ્થાન૨૨૦૦
કર્ણાટક૨૬૦૦થી ૪૫૦૦
ગુજરાત૪૫૦૦
Share This Article