Connect with us

રેસીપી

જન્માષ્ટમીના દિવસે ઊજવો કૃષ્ણજન્મોત્સવ ટેસ્ટી ફરાળી કેક સાથે

Published

on

હેલો કેમ છો મિત્રો, સૌને જન્માષ્ટમીના જયશ્રી કૃષ્ણ. શ્રાવણ સુદ આઠમની રાતે ૧૨ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવશે. ઠેર-ઠેર મંદિરોમાં પૂજા થશે, લાલાને પારણે ઝુલાવશે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિરમાં કૃષ્ણમય બનેલા ભક્તો પોતાના કાન્હાને જાતજાતનાં વ્યંજનના અન્નકૂટ અને અવનવા પ્રસાદ ધરાવે છે. રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજીને તો બદામ પાક, કેસર પાક, મઠડી, મોહનથાળ, કોપરા પાક અને મગશ સહિતની જાતજાતની મીઠાઈઓ પ્રસાદ સ્વરૂપે ધરાવાય છે.
સાથે જ વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ પોતાના ઘરે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે પોતાના જન્મદિવસમાં કેક કાપતા હોઈએ તો કાન્હા માટે કેમ નહીં ?
તો ચાલો જાણીએ આપણે ફરાળી કેકની રેસિપી

સામગ્રી
સફેદ માખણ – ૬૦ ગ્રામ
દહીં – ૨ ચમચી
કન્ડેન્સ મિલ્ક – ૨૦૦ ગ્રામ
શિંગોડાનો લોટ અથવા ફરાળી મિક્સ લોટ – ૧૦૦ ગ્રામ
ગરમ દૂધ – જરૂર મુજબ
ખાવાનો સોડા – જરૂર મુજબ
નમકના નાના ગાંગડા -જરૂર મુજબ
ડ્રાયફ્રૂટ પસંદગી પ્રમાણે (અહીં અખરોટનો ઉપયોગ કર્યો છે)
ખાંડની ચાસણીવાળી નારંગી અથવા પાઇનૅપલ (ખાંડના પાણીમાં નારંગીને મનગમતા આકારમાં કાપી એક દિવસ હેલાં પલાળી દેવાં અથવા પાઇનૅપલનો તૈયાર ડબ્બો મળે છેએ લેવો).

રીત
સૌપ્રથમ એક બોલમાં માખણ, દહીં અને કન્ડેન્સડ મિલ્ક નાખી ખૂબ હલાવીને મુલાયમ કરવું. પછી શિંગોડાનો લોટ મિક્સ કરી સરસ રીતે એક જ બાજુએથી બરાબર હલાવવું. તમામ સામગ્રી સારી રીતે મિક્સ કરી લેવી. પછી એમા ગરમં દૂધ નાખવું જેને કારણે કેકનું બેટર એટલે કે ખીરું તૈયાર થઈ જશે. આ બેટર માપસરનું જાડું રાખવું અને બહુ પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એકરસ થઈ ગયેલા બેટરમાં ચપટીક જેટલો ખાવાનો સોડા નાખીને હલાવી લેવું. સોડા નાખવાથી બેટર એકદમ ફૂલી જશે. એના ઉપર અખરોટ મૂકી દેવાં.
જો ઘરે માઇક્રોવેવ અવન હોય તો માઇક્રોવેવને કન્વેક્શન મોડમાં રાખીને પહેલાં ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ પ્રી-હીટ કરો અને જે વાસણમાં કેકનું બેટર નાખવું હોય તએને માખણથી ગ્રીસ કરી લઈ પછી અંદર બેટર ઉમેરીને વનમાં મૂકી દો. ૨૦થી ૩૦ મિનિટ કુક થવા દો. ત્યાર બાદ ટૂથપિક અથવા ચપ્પુ નાખી ચેક કરો અને એ કોરું બહાર આવે તો સમજજો કે કેક થઈ ગઈ છે. રૂમ-ટેમ્પચેર જેટલી કેક ઠંડી થઈ જાય એટલે એને અનમોલ્ડ કરી લેવી.
કુકરમાં જો કેક બનાવવી હોય તો : રસોઈમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતું કુકર લઈને એમાં એનું તળિયું ઢંકાઈ જાય એટલું ગાંગડા નમક નાખીને ગૅસ પર ગરમ કરવા મૂકવું. સામાન્ય હુંફાળું થઈ જાય એટલે આની વચ્ચે કાંઠલો (સ્ટીલ અથવો લોખંડની રિંગ જેના પર પાણીનું માટલું મુકાય છે) ગોઠવીને ઉપર કેકના બેટરવાળું વાસણ મૂકવું. હવે કુકરનું ઢાકણું બંધ કરવું અને કુકરની સીટી કાઢી નાખવી. હવે એને ૨૫થી ૩૦ મિનિટ સુધી ધીમા ગૅસ પર રાખવું. કેક થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે ચપ્પુને કેકમાં નાખીને બહાર કાઢો. જો ચપ્પુને કેક ન ચોંટે તો કેક રેડી છે. સજાવવા માટે કેરેમલાઇઝ્‍ડ કરેલી નારંગી અથવા પાઇનૅપલ મૂકી દેવાં. ફરાળી ફ્રોસ્ટિંગથી પણ કેક સજાવી શકાય છે.
ફરાળી આઇસ ફ્રોસ્ટિંગ કરવું હોય તો મલાઈને ઝડપથી અને સતત ફેટવું અને એમાં ૩ ચમચી દળેલી ખાંડ નાખી ફરીથી ફેટવું. ક્રીમ જેવું થાય પછી અડધો કલાક માટે ફ્રિજમાં મૂકવું. પછી કેક પર લગાવી શકાય.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

રેસીપી

વોલનટ્સ અને ભારતીય મીઠાઇઓનું અભુતપૂર્વ મિશ્રણ

Published

on

By

ઓગસ્ટ મહિનાથી દેશભરમાં તહેવારોની શ્રેણીનો પ્રારંભ થાય છે તથા ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી સુધી તહેવારોની સીઝન ચાલે છે. ઓગસ્ટ મહિનાથી જ ભારતીય પરિવારોમાં સ્વાદિષ્ટ હલવાથી લઇને બરફી સુધીની મીઠાઇઓથી સુગંધ પ્રસરે છે. તમારી પસંદગીની ભારતીય મીઠાઇમાં વોલનટ્સનું ક્રન્ચ ઉમેરવા અને ઉત્સવને વિશેષ બનાવવા નીચે મૂજબ કેટલીક વાનગીઓ રજૂ કરવામાં આવી છે.

 

કેલિફોર્નિયા વોલનટ બરફી – શેફ સબ્યસાચી ગોરાઇ

સામગ્રીઓ
1 કપ કેલિફોર્નિયા વોલનટ્સ
1/4 દૂધ
250 ગ્રામ ખોયા અથવા માવા
1/4 ખાંડ
1 ચમચી ઘી/ક્લેરિફાઇડ બટર + ગ્રિસિંગ માટે થોડું વધારે
અડધી ચમચી એલચી પાઉડર

તૈયારીઃ
1. બાઉલમાં અડધો કપ કેલિફોર્નિયા વોલટન્સ લો
2. તેમાં 1/4 કપ દૂધ ઉમેરો અને એક કલાક માટે મૂકી રાખો. ત્યારબાદ યોગ્ય પ્રકારે મિશ્રિત કરીને પૂરી બનાવો
3. પેનમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં બાકીના વોલનટ્સ ઉમેરો. ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી ગરમ કરો અને ત્યારબાદ બાજૂમાં મૂકો
4. હવે ઘીમાં ખોયા અને ખાંડ નાખીને યોગ્ય રીતે મિશ્રિત કરો. તેમાં વોલનટ પૂરી ઉમેરો અને ફરીથી મિશ્રિત કરો
5. તે જાડું થઇ જાય ત્યાં સુધી ગરમ કરો અને બાજૂમાં મૂકો
6. ત્યારબાદ એલચી પાઉડર અને ફ્રાય વોલનટ્સ ઉમેરીને મિશ્રિત કરો
7. તેને ગ્રિસ કરેલી પ્લેટ ઉપર પાથરો અને થોડાં કલાક માટે મૂકી રાખો
8. તેના ટુકડા કરો અને કેલિફોર્નિયા વોલનટ્સ સાથે ગાર્નિશ કરો

 

કેલિફોર્નિયા વોલનટ રસમલાઇ – શેફ વરૂણ ઇનામદાર

સામગ્રીઓ
છેના માટે
8 કપ ફુલ ક્રીમ મિલ્ક
1/4 લીબુંનું જ્યુસ
1/4 કપ પાણી
કેલિફોર્નિયા વોલનટ મિલ્ક સિરપ માટે
21/2 કપ કેલિફોર્નિયા વોલનટ મિલ્ક
3 ચમચી મિલ્ક પાઉડર
1/3 કપ ખાંડ
સાધારણ યલો ફુડ ગ્રેડ કલર
ગાર્નિશ
1/8 ચમચી કેસર
1/2 ચમચી એલચી પાઉડર
1 ચમચી વોલનટ ફ્લેક્સ
થોડાં કેલિફોર્નિયા વોલનટ્સ, ટુકડા
સુગર સિરપ માટે
3 ચમચી પાણી
1 કપ ખાંડ

તૈયારી માટે
1. હેવી બોટમ પેનમાં દૂધ ગરમ કરો
2. જ્યારે ગરમ થઇ જાય ત્યારે તેમાં વિનેગર અને પાણી સાથે ઉમેરો. મિશ્રિત કરો અને ફ્લેમ બંધ કરો
3. મલમલના કાપડનો ઉપયોગ કરીને દૂધને ગાળી લો અને નળના પાણીમાં મિલ્ક સોલિડને ધોવો. ઠંડુ પડવા બાજૂમાં રાખો
4. તમારી હથેળી દ્વારા 15 મીનીટ માટે વોશ કરેલા દહીં ચળકાટ ધરાવતું અને સ્મૂધ થાય ત્યાં સુધી મસાજ કરો
5. રોલ કરો અને ફ્લેટ કરો
સિરપ માટે
6. ઉંડા વાસણમાં ખાંડ અને પાણીને એક સાથે ગરમ કરો અને બોઇલ થવા દો
7. છેન્ના બોલને તેમાં નાખો. લીડને આવરી લો અને 15 મીનીટ માટે બોઇલ થવા દો
8. ફ્લેમ બંધ કરો તથા સિરપ અને છેન્નાને રૂમના તાપમાન મૂજબ ઠંડુ પડવા દો

કેલિફોર્નિયા વોલનટ મિલ્ક સિરપ માટે
એક ઉંડા વાસણમાં કેલિફોર્નિયા વોલનટ મિલ્ક ઉમેરો અને બોઇલ કરો. તેમાં ખાંડ, પીળો રંગ અને મિલ્ક પાઉડર ઉમેરો. એકવાર ખાંડ પીગળી જાય એટલે ફ્લેમ બંધ કરો
એસેમ્બલી
બોલ્સને દબાવો અને તેમાંથી સિરપ બહાર કાઢી લો. તેને ફ્લેવર્ડ કેલિફોર્નિયા વોલનટ મિલ્કમાં રાખો. કેસર, પિસ્તા ફ્લેક્સ અને કેલિફોર્નિયા વોલનટ્સના ટુકડા સાથે ગાર્નિશ કરો. ઠંડુ કરીને પીરસો.

ઓલ્ડ બોમ્બે નાનખટાઇ – શેફ વરૂણ ઇનામદાર

સામગ્રીઓ
અડધો કપ ઘી
અડધો કપ દળેલી ખાંડ
3/4 કપ રિફાઇન્ડ લોટ
1/4 કપ કેલિફોર્નિયા વોલનટ પાઉડર
થોડું મીઠું
1 ચમચી સોજી
1/4 બેકિંગ સોડા
અડધો કપ એલચી પાઉડર
ગ્લેઝિંગ
2 ચમચી દૂધ
1 ચમચી દળેલી ખાંડ
તૈયારી
1. મિક્સિંગ બાઉલમાં ઘી અને દળેલી ખાંડ મિશ્રિત કરો, સોફ્ટ, વ્હાઇટ, ફ્લરી અને ક્રિમી થાય તે માટે 10 મીનીટ સુધી હલાવો
2. રિફાઇન્ડ લોટ, વોલનટ પાઉડર, મીઠું, સોજી, બેકિંગ સોડા અને એલચી પાઉડર ઉમેરો
3. યોગ્ય રીતે મિશ્રિત કરો અને તમારા હાથથી લોટનો ગઠ્ઠો બનાવો.
4. 1 સેમી જાડી બેકિંગ શીટમાં રોલ કરો. તેને બેકિંગ ટ્રેમાં મૂકો
5. મોટા લંબચોરસ ટુકડા કરો
6. બાઉલમાં દૂધ અને ખાંડ મિશ્રિત કરો અને તેને કાપેલા ટુકડાની ઉપર બ્રશથી એપ્લાય કરો
7. 10 મીનીટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરો
8. ટ્રે કાઢો અને કેકને સંપૂર્ણપણે ઠંડી પડવા દો
9. એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો

બોહરી મલાઇ ખાજા – શેફ વરૂણ ઇનામદાર

સામગ્રીઓ
કવરિંગ માટે
2 કપ રિફાઇન્ડ લોટ
2 ચમચી ઘી
લેયરિંગ માટે
1 ચમચી રિફાઇન્ડ લોટ
1 ચમચી ઘી
સ્ટફિંગ માટે
1 કપ ખોયા
અડધી ચમચી કેલિફોર્નિયા વોલનટ પાઉડર
1 કપ દળેલી ખાંડ
1 ચમચી લીલી એલચી પાઉડર
1 ચમચી કેસર
ફ્રાય કરવા તેલ

તૈયારી
1. ઓછા તાપમાને 10 મીનીટ માટે ખોયા અને કેલિફોર્નિયા વોલનટ પાઉડરને શેકો
2. ઠંડુ પાડો અને ખાંડ, એલચી પાઉડર ઉમેરીને બાજૂમાં મૂકો
3. રિફાઇન્ડ લોટ અને ઘી સાથે થોડાં પાણીથી લોટ બાંધો. તેના બોલ બનાવો
4. દરેક બોલને 9 ઇંચ ડાયામીટરમાં રોલ કરો. બાંધેલા લોટ ઉપર ઘી અને રિફાઇન્ડ લોટ છાંટો
5. સાધારણ નળાકાર બનાવો, ટ્વિસ્ટ કરો અને 10 મીનીટ માટે ઠંડુ કરો
6. ઠંડા કરેલા સ્પાઇરલ બોલને 4 ઇંચ ડિસ્કમાં રોલ કરો અને તેમાં કૂલ ફિલિંગના સ્કૂપમાં ઉમેરો. બંન્ને છેડાને ભેગા કરો અને ફરીથી બોલમાં રોલ કરો. તેની ઉપર કેસરનું પાણી છાંટીને 15 મીનીટ ઠંડુ કરો
7. નીચા તાપમાને ડીપ ફ્રાય કરો
8. દળેલી ખાંડ સાથે ગાર્નિશ કરો

 

Continue Reading

રેસીપી

ચીઝ દાબેલી

Published

on

By

નાના ભૂલકાઓને ચીઝ વાળી રેસીપી ખાવાની તો મજા પડતી હોય છે તો પછી રેસીપી જો ઘરે જ ઇન્સ્ટન્ટ તેયાર થતી હોય તો મજા જ મજા

મિત્રો તો આજે આપણે જોઇશું ઇન્સ્ટન્ટ ચીઝ દાબેલીની રેસીપી

તો ચાલો જોઇએ દાબેલીનો મસાલો બનાવાની રીત

સામગ્રી –

દાબેલીનો મસાલો બનાવવા માટે

૧/૪ કપ  સૂકા ધાણા,

૧ ચમચી  જીરું

૧ ચમચી  વરીયાળી,

૧ નંગ ઈલાયચી,

૧  ચમચી  કાળા મરી,

૧ ચમચી  લવિંગ,

૨ ચમચી  આમલી,

૧ નંગ  તજ,

૪ ચમચા  સૂકા કોપરાનું છીણ,

૪ ચમચા  લાલ મરચું,

૧ ચમચી  સૂંઠ પાવડર,

૧ ચમચી  મીઠું,

૨ ચમચી  દળેલી ખાંડ,

ચપટી  લીંબુના ફૂલ,

૨ ચમચી  ખાંડ

૩ ચમચા  તેલ,

૨ ચમચી  સૂકા કોપરાનું છીણ

 

સ્ટફિંગ બનાવવા માટે

૩ નંગ  બટાકા (અને જૈન દાબેલી બનાવવા – કાચા કેળાં),

૧/૨ કપ  પાણી,

૧/૪ કપ  તેલ,

૧ ચમચી  લાલ મરચું,

૫ ચમચી  દાબેલીનો મસાલો,

૨ ચમચી  આમલીની ચટણી,

સ્વાદાનુસાર  મીઠું,

જરૂર મુજબ  દાડમનાં દાણા,

મસાલા સીંગ,

કોથમીર,

સેવ,

ગ્રીન ચટણી,

મીઠી ચટણી,

જામ,

બટર,

ચીઝ,

દાબેલીનાં પાઉં.

રીત –

સૌ પ્રથમ આપણે દાબેલીનો મસાલો બનાવીશું જેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક ફ્રાય પેનમાં સૂકા ધાણા, જીરું, વરિયાળી, મોટી ઈલાયચી, લવિંગ તથા આમલીને ૨ મિનિટ માટે ધીમી આંચે શેકી લો. ત્યારબાદ તેમાં તજનાં ટુકડા કરીને અડધી મિનિટ માટે શેકી ગેસ બંધ કરો. ત્યારબાદ ૪ ચમચા કોપરાનું છીણ ઉમેરી ગેસ ઓન કરીને ૧ મિનિટ માટે ધીમી આંચે શેકો. ગેસ બંધ કરી મિશ્રણ સહેજ ઠંડુ પડે પછી તેને ધીમે ધીમે ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, સૂંઠ પાવડર, મીઠું, દળેલી ખાંડ ઉમેરી ધીમે-ધીમે ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ તથા સૂકા કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરો. જો લાંબા સમય સુધી મસાલો સ્ટોર કરવો હોય તો કપાસિયા તેલ/સનફલાવર તેલ ઉમેરવું. સીંગતેલ ઉમેરવાથી જલ્દી ખોરો થઈ જશે. આ રીતે દાબેલીનો મસાલો તૈયાર થશે.

સ્ટફિંગ બનાવવા માટે –

સૌ પ્રથમ બટાકા અથવા કાચા કેળાને કૂકરમાં જરૂર મુજબ પાણી તથા મીઠું ઉમેરી બાફી લો. છાલ ઉતારી માવો તૈયાર કરો. એક બાઉલમાં અડધો કપ પાણી લઈ તેમાં ૫ ચમચી દાબેલીનો મસાલો ઉમેરી તેને પાણીમાં ઓગળો. એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલો અને પાણીનો તૈયાર કરેલો ઘોળ ઉમેરો. ઉકળે પછી તેમાં લાલ મરચું, મીઠું તથા આમલીની ઘટ્ટ ચટણી ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે પકાવો પછી ગેસ બંધ કરી, તૈયાર મિશ્રણને થાળીમાં પાથરી દો. તેની પર મસાલા સીંગ, દાડમ તથા કોથમીર ભભરાવો. દાબેલીનાં પાઉંને વચ્ચેથી કાપીને તેમાં બંને બાજુ થોડી થોડી ગ્રીન ચટણી, મીઠી ચટણી લગાવી તેમાં એક ચમચી જેટલું સ્ટફિંગ ભરો પછી તેમાં થોડું જામ લગાવી ફરીથી સ્ટફિંગ ભરી મસાલા સીંગ તથા થોડા દાડમનાં દાણા ભરીને તવા પર બટર મૂકીને બંને બાજુ શેકી લો. તૈયાર દાબેલી પર સેવનું અને કોથમીરનું ગાર્નિશિંગ કરો અને તમેં ઈચ્છો તો દાડમ તેમજ સિંગનું પણ ગાર્નિશિંગ કરી શકો છો , અને ઉપરથી ચીઝ છીણી સર્વ કરો.

તો તૈયાર છે આપની ચીઝ દાબેલી

 

Continue Reading

રેસીપી

મકાઇના રોલની રેસીપી

Published

on

By

હેલો કેમ છો મિત્રો, સૌને મારા જયશ્રી કૃષ્ણ
આજે આપણે રેસીપીમાં જોઇશું સ્વાદિષ્ટ મકાઇના રોલ

જો આ મકાઇના રોલ ખાલી જોવાથી જ અને નામથી જ સ્વાદિષ્ટ લાગતા હોય તો પછી જયારે આને બનાવીને પીરસવામાં આવે તો એ કેટલા સ્વાદિષ્ટ લાગશે…..
મકાઇના રોલ બધા જ સ્ટાટર્સથી અલગ અને અનોખા છે. કારણ કે તેમાં મકાઇ, કાંદા અને સોયા સોસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવે છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવે છે

સામગ્રી

12 બ્રેડની સ્લાઇસ

1 કપ અર્ધ કચરેલા મકાઇના દાણા

1 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન સમારેલા ઝીણાં મરચા

1/2 કપ ઝીણા સમારેલા કાંદા

1 ટીસ્પૂન સોયાસોસ

મીંઠુ અને કાળા મરીનો પાવડર

3 ટેબલસ્પૂન મેંદો અને તળવા માટે તેલ

વીપ ક્રીમ જરૂર મુજબ

પીરસવા માટે શેઝવાન સોસ અને ટોમેટો કેચઅપ

રીત

પૂરણ માટે

1 નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચા અને કાંદા નાખી મધ્યમ તાપે 1 થી 2 મિનિટ સુધી સાતળી લો

મકાઇના દાણા, સોયાસોસ, મીંઠુ અને કાળા મરીનો પાવડર 1 થી 2 મિનીટ સુધી માધ્યમ તાપ પર મિશ્રણ સુકું ના બને ત્યાં સુધી હલાવતા રહો… આ મિશ્રણ ને ઠંડુ પાડવા ડો

૧ બાઉલમાં મેંદા સાથે લગભગ ૫ ટેબલસ્પુન જેટલું પાણી સારી રીતે મિક્સ કરો

બધા બ્રેડની સ્લાઈસની દરેક બાજુઓને કાપી લો

હવે દરેક બ્રેડ ની સ્લાઈસને હલકા હાથે વેલણ વડે વણી લો

બ્રેડની એક તરફ તૈયાર કરેલું પુરણ ભરીને તેને ટાઈટ રોલ કરી લો

રોલની અંતિમ બાજુએ મેંદાના લોટનું મિશ્રણ લગાડી બ્રેડની બાજુને બંધ કરી લો

તમે ઈચ્છો તો તેમાં વીપ ક્રીમ ઉમેરી શકો છો તેના થી રોલનો ટેસ્ટ બમણો થઇ જશે

હવે નોન સ્ટીક માં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા રોલ મધ્યમ તાપે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લો

દરેક રોલના ટુકડા કરી તેને ટોમેટો કેચઅપ સાથે પીરસો…..

તૈયાર થયેલા રોલમાં તમે કોથમીરનું, વટાણાનું, ટામેટાનું, કોબીનું તેમજ વીપ ક્રીમનું ટોપિંગ ઉમેરી શકો છો

આ સાથે તૈયાર છે તમારા મકાઈના રોલ

Continue Reading
Uncategorized51 mins ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized1 hour ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized15 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized16 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized16 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized16 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized16 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized16 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized3 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Trending