ABVPના સ્થાપના દિનની કરાઈ ઉજવણી

admin
1 Min Read

દર વર્ષે 9 જુલાઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે એબીવીપી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. જોકે, વર્તમાન સમયમાં કોરોનાની મહામારી વચ્ચે એબીવીપી દ્વારા ઘણી જગ્યાઓએ ઓનલાઈન વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(File Pic)

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ 1949થી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે રચનાત્મક કાર્યક્રમો કરતુ આવ્યુ છે. તેથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માત્ર ભારતનું સૌથી મોટુ છાત્ર સંગઠન છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યુ કે, છેલ્લા સાત દાયકાથી આ પરિષદ પોતાની રાષ્ટ્રવાદી વિચારધારાથી યુવાઓને દેશ સેવા પ્રત્યે પ્રેરિત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યુ છે.

મહત્વનું છે કે, આ પરિષદની સ્થાપના 9 જુલાઈ 1949એ સ્વર્ગસ્થ. બલરાજ મધોકે કરી હતી. ત્યારથી જ આ દિવસને દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક ભારતીય વિદ્યાર્થી સંગઠન છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું હિત અને રાષ્ટ્રહિત છે.

Share This Article