સિંહના બચ્ચાને ચિન્પાન્ઝીએ પિવડાવ્યું દૂધ, વિડિયો થયો વાયરલ

admin
1 Min Read

દુનિયામાં સૌથી સુંદર સંબંધ છે માતા સાથેનો સંબંધ. માતા વગર કોઈ ભેદભાવે દરેક બાળકને સમાન પ્રેમ કરે છે. કુદરતની સૌથી મોટી વાત એ છે કે બાળક ભલે કોઈનું પણ હોય માતાની મમતા એક સરખી હોય છે.

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલથઈ રહ્યો છે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે મા તો મા જ હોય છે. વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. જેમાં એક ચિમ્પાન્ઝી સિંહના બાળકને દૂધ પીવડાવે છે અને પ્રેમ કરે છે.

IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, પાલક માતાએ કરેલુ ચુંબન. વીડિયોમાં ચિમ્પાન્ઝી સિંહના બાળકને દૂધ પીવડાવે અને અંતમાં તેના માથા પર ચુંબન પણ કરે છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયો બહુ વાયરલ થયો છે અને લોકોને તે બહુ પસંદ આવ્યો છે એક યુઝરે લખ્યું હતું કે, માતાનો પ્રેમ કોઈ મર્યાદા, સીમાઓ, રંગ અથવા પ્રજાતિઓ જોતો નથી. દરેક બાળકમાં તે પોતાનું બાળક જોવે છે અને મદદ કરે છે. સાથે જ પ્રેમ પણ આપે છે. આ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને અત્યાર સુધી અનેક લોકએ તેને શેર કર્યો છે.

Share This Article