ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા કેન્દ્રનો નિર્ણય, ચીનથી આયાત થતી આ વસ્તુ પર પ્રતિબંધ

admin
1 Min Read

કેન્દ્રની મોદી સરકારે ચીન સાથે ચાલી રહેલ સરહદ વિવાદ વચ્ચે વધુ એક આકરો નિર્ણય કરી ચીનને ઝટકો આપ્યો છે. સરકારે રેફ્રિજરેટર સાથે એર કન્ડીશનરની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે આ પગલુ ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરુરી વસ્તુઓની આયાતમાં કાપ મૂકવા માટે ભર્યુ છે.

જોકે આ સાથે સરકારે આડકતરી રીતે સરહદને લઈ ચાલી રહેલ તણાવ વચ્ચે ચીનને પણ મોટો ઝટકો આપી દીધો છે. ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ તરફથી બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે એર કન્ડિશનર્સની સાથે રેફ્રિજરેન્ટ્સની ઈમ્પોર્ટ પોલીસીને ફ્રીમાંથી પ્રતિબંધિતની શ્રેણીમાં સંશોધિત કરાયું છે.

આ અગાઉ જૂનમાં સરકારે કાર, બસ અને મોટરસાઈકલમાં ઉપયોગમાં આવનાર નવા ન્યૂમૈટિક યારની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. દેશમાં એસીનું બજાર 5-6 અબજ ડોલરનું છે જેમાંથી મોટાભાગનો હિસ્સો આયાત થઈને આવે છે. ઘણાં કીસ્સામાં તો એસીના 85થી 100 ટકા સ્પેરપાર્ટ્સ આયાત કરવામાં આવે છે. એસીની વાત કરવામાં આવે તો ભારત પોતાની જરૂરીયાતની 28 ટકા આયાત ચીનથી કરે છે.

Share This Article