બનાસકાંઠા- a.p.m.c ખાતે નવનિયુક્ત મોરચાના હોદેદારોનું સન્માન સમારોહ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના લાખણી apmc ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોરચા કિસાન મોરચાના, બક્ષીપંચ મોરચા, મહિલા મોરચા, અનુસૂચિત જાતી મોરચા આવા તમામ હોદ્દેદારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાખણી મંડળ પ્રમુખ બાબરાભાઈ પટેલ, લાખણી મંડળના પ્રભારી રમેશભાઈ પટેલ, સેધાભાઈ પ્રજાપતિ, પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ ભુરીયા,બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ અગરાભાઈ ઠાકોર, લાખણી પ્રમુખ લક્ષ્મણભાઈ , મંડળના મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ લવાણા ગામ ના સરપંચ રામજીભાઈ રાજપુત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મોરચાના હોદદારોની તાજેતર માજ વરણી કરવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા તમાંમ મોરચાના હોદેદારોની વરણી થતાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

Share This Article