ભારત- વડાપ્રધાને 4,737 કરોડ રૂપિયાના 75 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

admin
2 Min Read
The Prime Minister, Shri Narendra Modi addressing at the joint SCO-CSTO Outreach Summit on Afghanistan, through video conferencing, in New Delhi on September 17, 2021.

પ્રધાનમંત્રી મોદી આજે યુપીના લખનઉમાં ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠા પહોંચ્યા હતા. જ્યાં તેમણ આધુનિક આવાસીય ટેકનિક પર પ્રદર્શનીનું અવલોકન કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના 75 જિલ્લાના 75,000 લાભાર્થીઓને પ્રધાનમંત્રીએ આવાસ યોજના શહેરી અંતર્ગત નિર્માણા પામેલા ઘરોની ચાવી ડિજીટલ રીતે આપી હતી. એટલુ જ નહીં, પ્રધાનમંત્રી મોદીએ યુપીની 10 સ્માર્ટ સિટીની 75 સફળ કહાીઓની કોફી ટેબલ બુકનું ડિજીટલ વિમોચન પણ કર્યું હતું. તેમણે સ્માર્ટ સિટી મિશન અને અમૃત મિશનમાં 4737 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 75 પ્રોજેક્ટનું ડિજીટલી લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો

. આ ઉરાંત તેમણે ફેમ-2 અંતર્ગત 75 આધાનુક ઈલેક્ટ્રિક બસોનું લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ માટે ડિજીટલી રવાના કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતું કે, મને સારૂ લાગ્યુ કે, 3 દિવસ સુધી લખનઉમાં ભારતના શહેરોનું નવુ રૂપ દેશભરના વિશેષજ્ઞો જમા થઈને મંથન કરવાના છે. અહીં જે પ્રદર્શની લાગી છે. જે આઝાદીનો અમૃત મહોત્સવમાં 75 વર્ષની સફળતા અને દેશના નવા સંકલ્પોને સારી રીતે પ્રદર્શિત કરશે. મને એ વાતની ખુશી છે કે, દેશમાં પીએમ આવાસ યોજના અંતર્ગત જે ઘર આપવામાં આવી રહ્યા છે, તેમાં 80 ટકાથી વધારે ઘરો પર માલિકીનો હક મહિલાઓનો છે

Share This Article