ભગાનામુંવાડા ગામે ચડ્ડીબનીયાન ટોળકી ત્રાટકી

admin
1 Min Read

વડોદરા જિલ્લાના ભગાનામુંવાડા ગામે ચડ્ડીબનીયાન ટોળકી ત્રાટકી હતી. સાવલી પાસેના ભગાનામુવાડા ગામે મધ્યરાત્રીએ લૂંટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 જેટલા બુકાની બાંધેલ ચડ્ડીબનીયાન ધારી લૂંટારાઓ એ ચાર વ્યક્તિ મારમારી કરી લૂંટ ચલાવી હતી રોકડ રૂપિયા10,હજાર ઉપરાંત સોનાના દાગીના સહિતની લૂંટ કરી લૂંટારા ફરારથયા હતા.ઘરની બહાર ખાટલે સુઈ રહેલ મહેમાનને પણ માર માર્યો હતો. ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘુસી જઈ મકાન માલિક અને તેના દીકરા દીકરીને મારમારી લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારા ફરાર થયા હતા. મકાન માલિક હોબાળો મચાવી ગામ લોકોને બોલાવતા ઘાયલોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.સાવલી પોલીસને કરાઈ હતી.સાવલી પંથકમાં ચડ્ડીબનીયાન ધારી એ ચલાવેલી લૂંટ ની જાણ થતાં ગ્રામીણ પ્રજા ભયભીત થઇ હતી

 

Share This Article