સુરતમાં પેન્શન સમાનતા અને વધારાની માંગને લઈ રજુઆત

admin
1 Min Read

પેનશન સમાનતા અને વધારાની માંગણી સાથે સુરતમાં પેન્સર્નર સેવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. મોટી સંખ્યામાં તમામ નિવૃત કર્મચારીઓએ આ માટે રેલીમાં જોડાઈને કલેક્ટર વતિ વડાપ્રધાનને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. એમ્પ્લોય  પેન્શન  સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓએ ભેગા મળી રેલી યોજી વિરોધ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૧૯૯૫માં નિવૃત થયેલ કર્મચારીઓને માત્ર ૫૦૦ રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે, જે હાલના મોંઘવારીમાં યોગ્ય નથી. હાલ આ કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં પણ વિલંબ થઇ રહ્યો છે. ૯૫ પેન્શનર્સ સેવા મંડળ  દ્વારા સુરત ખાતે  રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું. પેન્સર્નર સેવા મંડળ સુરત યુનિટના નેજા હેઠળ ધી સુરત ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ સુરત, ટોરેન્ટ પાવર સુરત, સ્ટેટ ટ્રાંસપોર્ટ સુરત વગેરેના નિવૃત્ત કર્મચારીઓએ સમાન પેન્શન અને પેન્શન વધારાની માંગણી કરી હતી વિરોધ રેલી દરમ્યાન તમામ બેન્ક અને અન્ય સંસ્થાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પેન્શનર્સ સેવા મંડળ  દ્વારા માંગ કરવામાં આવી હતી કે, તમામ પેન્શનર્સને ન્યાય મળે અને હાયર પેન્શન સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

Share This Article