સાવલીની મહીસાગર નદી માં બે આશાસ્પદ યુવક તણાયા

admin
1 Min Read

વડોદરા ના સાવલી નજીક આવેલું લાન્છાનપુર ગામ મહીસાગર કાઠે આવેલું એક પર્યટન સ્થળ છે. જ્યાં નદી કિનારે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે.  મહીસાગર નદીમાં નાહવા જવાનો પ્રતિબંધ હોવા છતાય કેટલાક લોકો નદીના તોફાની વહેણમાં નાહવા પડે છે.જયારે વારંવાર આવા અકસ્માતો અહી સર્જાય છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી માં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હાર્દિક ક્લસેરીયા અને બાબરિયા ઇન્સ્ટીટયુટ માં અભ્યાસ કરતો નીતિન વાળા મિત્રના જન્મદિવસ નું ઉજવણીના કરવા લાન્છ્નપુર ગયા હતા.જ્યાં તેઓ નદીમાં નાહવા પડ્યા હતા. વરસાદ બાદ પથ્થરોમાં નદીનું વહેણ પણ તોફાની હતું તે દરમિયાન બંને યુવકો નદીના વહેણમાં તાણાઈ જતા મ્ત્રોએ ગ્રામજનો ને બોલાવ્યા હતા. જયારે સ્થાનિક તરવૈયાઓ એ તેઓની શોધખોળ આરંભી હતી.બંને યુવકો મૂળ સુરત ના રહેવાસી છે જયારે અભ્યાસ અર્થે વડોદરા આવ્યા હતા. મિત્રનો જન્મદિવસ ઉજવવા ગયેલા બંને યુવકો ને કાળ ભરખી ગયો હતો. જયારે હાલ સુધી આ બંને યુવકો ની લાશ મળી નથી .

Share This Article