કોરોના વોરીયસનાં સન્માન કાર્યક્રમમાં ફેરફાર

admin
1 Min Read

ખેરાલુ મુસ્લિમ સમાજ આયોજીત કોરોના વોરીયસનાં સન્માન કાર્યક્રમમાં કલેકટરના આદેશ મૂજબ ફેરફાર કરાયો હતો. મહત્વનુ છે કે, ખેરાલૂ શહેરમા કાયઁરત એવા પ્રાત કચેરી મામલતદાર,  કચેરી પોલીસ વિભાગ,  આરોગ્ય વિભાગ અને સામાજીક સંસ્થાઓના વ્યવસ્થાપકો સહિત નગરપાલિકા સફાઇ વ્યવસ્થા સેનેટાઈઝ્ સહિતની ઉમદા કામગીરીમાં જોડાયેલા લોકોનુ અભિવાદન કરવાનો કાયઁક્રમ ખેરાલૂ શહેર મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

ખેરાલુ પ્રાત અધિકારી મહિપતસિહ ડોડીયા અને મામલતદાર વિનોદ કટેરીયાએ આયોજક ફારૂક મેમણ ને જાણ કરી લોકડાઉન ભંગ થશે,  રાજકીય લોકો પણ હશે અને લોકો મોટી સંખ્યામાં જોડાશે તો સોશીયલ ડિસ્ટન્સ નહી જળવાય જેથી પ્રશાસનની સૂચના મૂજબ ફારૂક મેમણે તાકીદે મુસ્લિમ  સમાજ અગ્રણી જહાંગીર ભાઇ અને ફકીર મહંમદ,  મેમણ કરીમ ખાન,  બહેલીમ રજાકમીયા સીધી ઉમર ફારૂક સહિત ને વાકેફ કરતા મેઇન બજારનો જાહેર કાયઁક્રમ બંધ કરાયો હતો.

 

Share This Article