સુરતમાં રીક્ષાવાળા પર થયો હુમલો, પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં સુરતમાં આવેલા ઉન ભીંડીબજારમાં સ્થાનિક રહીશોએ પોલીસના એક માણસ પર હુમલો કર્યો હતો અને રિક્ષા સહિતનાં વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, ઉન ભીડીબજારમાં સ્થાનિક રહીશોએ પીન્ટુ નામના રિક્ષાવાળા પર હુમલો કરી તેની રિક્ષા સહિત અન્ય વિહીકલોમાં તોડફોડ કરતાં મામલો ગરમાયો હતો.

ત્યારબાદ વાહનોમાં તોડફોડ કરાતા ભાગદોડ મચી જવા પામી હતી. ઉન ભીંડીબજારમાં લોકટોળું ભેગું થતાં આ રિક્ષાવાળો પોલીસને બાતમી આપી રહ્યો હતો. આ બાતમીને આધારે જ પોલીસ ભીંડીબજારમાં આવી સ્થાનિકો સામે કાર્યવાહી કરી રહી હોવાના વહેમમાં પીન્ટુ ભીંડીબજારમાં પસાર થતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે ઉશ્કેરાયેલા ટોળાંએ તેના રિક્ષા સહિતના વાહનમાં તોડફોડ પણ કરી હતી. આ બનાવ અંગે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે પોલીસની ટીમે ચારથી પાંચ લોકોની અટકાયત કરી હતી.

Share This Article