મુખ્યમંત્રી રુપાણીએ પોતાને કર્યા સેલ્ફ આઈસોલેટ, મુખ્યમંત્રી આગામી 7 દિવસ સુધી ઘરેથી જ કરશે કામ

admin
1 Min Read

ગાંધીનગર ખાતે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે મંગળવારે બેઠક કરી હતી…ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાનો મંગળવારે મોડી સાંજે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા બાદથી ખળભળાટ મચ્યો છે.

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના પોઝિટિવ આવતા રાજકરણીઓ આહત થયા છે. ત્યારે મુખ્યમંત્રી રુપાણીએ તબીબી અભિપ્રાય બાદ 7 દિવસ સેલ્ફ આઈસોલેટ થવાનો નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી સીએમઓના સચિવ દ્વારા આપવામાં આવી હતી.

સીએમઓ સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાને 7 દિવસ સુધી સેલ્ફ આઈસોલેટ કર્યા છે. જેથી હવે તેઓ સાત દિવસ સુધી પોતાના નિવાસ સ્થાનેથી જ કામ કરશે અને આ દરમિયાન નિવાસ સ્થાને પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

ઈમરાન ખેડાવાલા,જમાલપુર-ખાડિયા ધારાસભ્ય (કોંગ્રેસ)

મહત્વનું છે કે, ઈમરાન ખેડાવાલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી સહિતના ઉચ્ચ સરકારી વહીવટદાર અને પોલિસ અધિકારીઓને મળ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ખેડાવાલાને છેલ્લા 4-5 દિવસમાં મળેલા બધા જ વ્યકતિઓની ચેઈનને સાઈબર ક્રાઈમ તપાસશે અને તેમને ક્વોરન્ટાઈ કરાવશે. આ સાથે ટોચના અધિકારીઓના કોરોના રીપોર્ટ પણ કરાવવામાં આવશે.

Share This Article