ગલવાન ઘાટી અથડામણ મુદ્દે ચીને સૈન્ય વાતચીતમાં કર્યો આ વાતનો સ્વીકાર

admin
1 Min Read

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે 15 અને 16 જૂન દરમિયાન થયેલ અથડામણમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોમાં એક કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ હતા.

ચીને ગત અઠવાડિયામાં ગલવાન ઘાટીમાં ભારતની સાથે થયેલી સૈન્ય વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. આ અંગેની જાણકારી સુત્રો દ્વારા આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ચીની સેનાના કોઈ મોટા અધિકારીના મોતના સમાચાર તે હિંસક અથડામણના એક અઠવાડિયા પછી સામે આવ્યા છે, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા.

સેનાના સૂત્રોએ કહ્યું કે હિમાલયના ગલવાન નદીની પાસે 15,000 ફુટ ઉંચાઈ પર થયેલા આ વિવાદના કારણે 45 ચીની સૈનિક માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. જોકે બીજિંગે અત્યાર સુધી હતાહતના આંકડા આપ્યા નથી. ચીનની સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય અધિકારી, કર્નલ બીએલ સંતોષ બાબૂ પણ શહીદ થયા હતા. સેનાના સૂત્રોએ કહ્યું કે જે 76 ભારતીય સૈનિક ઈજાગ્રસ્ત થયા હતા તે થોડાક અઠવાડીયામાં ફરીથી ડ્યૂટી પર પરત ફરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે ગલવાન ઘાટીમાં બન્ને દેશો વચ્ચે થયેલી અથડામણ બાદ લેફ્ટિનન્ટ જનરલ સ્તરની બેઠકોનો દોર ચાલુ છે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે પણ બેથી વધુ વખત બેઠક કરી સ્થિતિનો તાગ મેળવી સતર્કતા દાખવવા જણાવ્યું છે.

Share This Article