મહારાષ્ટ્ર સરકારે ચીનને આપ્યો મોટો ઝટકો…જાણો શું કરી કાર્યવાહી?

admin
1 Min Read

મહારાષ્ટ્ર સરકારે ચીનનો મોટો આંચકો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ ચીનની 3 કંપનીઓ સાથે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી છે. આ કરાર 15 જૂનના રોજ થયો હતો.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0માં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ડીલને હોલ્ડ પર રાખવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે વાત કર્યા બાદ આ કંપનીઓને હોલ્ડ પર રાખવામાં આવી છે.

મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 સમિટમાં રાજ્ય સરકારે ત્રણ ચીની કંપનીઓ સાથે પાંચ હજાર કરોડના રોકાણના પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારની સલાહ સાથે આ નિર્ણય લીધો છે. ભારત-ચીન સરહદ પર 20 ભારતીય સૈનિકો માર્યા ગયા તે પહેલાં આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે રાજ્ય સરકારને સલાહ આપી છે કે તેઓ ચીની કંપનીઓ સાથે અન્ય કોઇ કરાર પર હસ્તાક્ષર ન કરે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 જૂનની રાતે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતીય જવાનોએ પણ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોની બર્બરતાનો બદલો લીધો હતો…આ ઘટના બાદથી દેશભરમાં ચીનની સામે રોષ જોવા મળી રહ્યો છે.

Share This Article