ચીને ટ્રાયલ વિના જ લોકોને વેક્સીન આપવાની શરુ કરી દીધી?

admin
1 Min Read

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. કોરોનાની વેક્સીન પર રશિયા, અમેરિકા, ભારત સહિતના દેશો કામ કરી રહ્યા છે. જોકે, ચીને કેટલીક સ્થાનિક કંપનીઓની બનાવેલ કોવિડ 19 વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યુ છે.

ચીનના એક સ્વાસ્થ્ય અધિકારીએ આ અંગેની જાણકારી આપી છે. ચીનના એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું છે કે ચીનની સરકાર કેટલાક નક્કી કરાયેલા વિસ્તારોમાં કામ કરી રહેલા લોકોને જુલાઈ માસથી જ કોરોના વાઇરસની રસી આપી રહી છે, જેના પર હજુ સંપૂર્ણ રીતે મહોર નથી લાગી.

અધિકારીના જણાવ્યા મુજબ, દેશમાં જુલાઈ મહિનાથી મુખ્ય અધિકારીઓને વેક્સીન આપવામાં આવી રહી છે. આ અધિકારીઓમાં સ્વાસ્થ્ય સંબંધિત અને સરહદ પર તૈનાત લોકો સામેલ છે. આવુ પ્રથમ વખત છે કે જ્યારે ક્લીનિકલ ટ્રાયલ વિના જ ચીનમાં કોઈ વેક્સીનના ઉપયોગ કરવામાં આ રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કઈ રસી કેટલા લોકોને અપાઈ એ અંગેની જાણકારી હજુ સુધી નથી મળી. અધિકારીના જણાવ્યા મુજબ, કાયદાનું સંપૂર્ણ રીતે પાલન કરીને આવું કરાયું છે. જે અંતર્ગત ગંભીર આરોગ્યસંકટને જોતાં બિન-પ્રમાણિત રસીના મર્યાદિત ઉપયોગની પરવાનગી અપાય છે.
Share This Article