ચીની હેકર્સે ભારતમાં 40 હજારથી વધુ વખત કર્યો સાઈબર હુમલાનો પ્રયત્ન

admin
1 Min Read

ચીન હાલ બે મોરચે એક સાથે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. એક તો લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર અને બીજી ભારતના સાઈબર સ્પેસ પર.

15 જૂને જ્યાં ગલવાન ઘાટીમાં સૈનિકો વચ્ચે અથડામણ થઈ ત્યારે 15 જૂનથી લઈને અત્યાર સુધી આશરે 40 હજારથી વધુ વખત ચીની હેકર્સે ભારતના સાઈબર સ્પેસમાં અટેક કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. ભારત સાથે સતત વધી રહેલા તણાવના કારણે હવે ચીન રઘવાયું થયું છે અને હવે ભારતીય કંપનીઓની ડિટેલ કાઢી રહ્યું છે.

આ હેકર્સ ભારતીય મીડિયા સાથે-સાથે ટેલિકમ્યુનિકેશન્સ કંપનીઓ, દેશની સુરક્ષા સંસ્થાઓ, ફાર્મા કંપનીઓ અને ઘણી બાંધકામ કંપનીઓને નુકસાન પહોંચાડવા માંગે છે. એક ખાનગી મીડિયાના રિપોર્ટ મુજબ ચીન અને ભારત વચ્ચે વધતી તંગદિલી અને ચીની પ્રોડક્ટને બોયકોટ કરવાની ઝુંબેશથી પરેશાન ચીન હવે ભારતને નુકસાન પહોંચાડવાના નવા રસ્તા શોધી રહ્યું છે.

15 જૂનથી અત્યાર સુધી આશરે 40 હજારથી વધુ વખત ચીની હેકર્સે ભારતીય સાઈબર સ્પેસમાં હુમલાનો પ્રયત્ન કર્યો છે. સુરક્ષા એજન્સીઓ પણ આને લઈને સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ આમાંથી મોટાભાગના હેકર્સ ચીનના સિચુઆન વિસ્તારમાં હાજર છે. મહત્વનું છે કે, સિચુઆનને ચીનની સેનાના સાઈબર વારફેર વિંગનુ હેડક્વાર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Share This Article