કોફીની એક ચુસકી શરીરને અનોખી ઊર્જા આપે છે એ વાત ખોટી નથી. કોફીનું સેવન મોટાભાગે આપણે ઊંઘ પણ ઉડાવવા કરીએ છીએ. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે કોફી પીવાથી પેટમાં પથરી થવાનું જોખમ પણ ઓછું રહે છે. એક અભ્યાસ અનુસાર, આખા દિવસમાં 6 કે તેથી વધુ વખત કોફી પીએ તો ગૉલ બ્લેડર (પિત્તાશય)માં પથરી થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. એક રિસર્ચમાં આ વાત બહાર આવી છે કે, વધુ કોફી પીતા લોકોના પિત્તાશયમાં પથરી થવાનું જોખમ કોફી નહીં પીનારા લોકોની તુલનામાં 23% સુધી ઓછું હોય છે……આ રિસર્ચ અંતર્ગત 1,04,500 પુખ્તવયના લોકોના હેલ્થ અને લાઇફસ્ટાઇલના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ પ્રતિભાગીઓ પર 13 વર્ષ સુધી રિસર્ચ કરાયું હતું. તેમણે પીધેલી કોફી માત્રા અને ગૉલ બ્લેડરમાં થતી પથરી વચ્ચે સંબંધ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોની એક ટીમે આ અભ્યાસ કર્યો….વધુ કોફી પીવાથી પથરી થવાનું જોખમ બહુ ઓછું થઈ જાય છે…