રાજ્યમાં 48 કલાકમાં કોલ્ડવેવ રહેવાની આગાહી

admin
1 Min Read

હવામાન વિભાગ દ્વારા આવનારા 48 કલાક કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જો કે માવઠાની કોઈ શક્યાતાઓ નથી પણ આ ઠારથી ઘઉંનો પાક વધુ સારો થશે તેવું ખેડૂતોનું માનવું છે. ઠંડીને લઇ હવામાન વિભાગઈ આગાહી કરી છે. આગામી 48 કલાક નલિયામાં કોલ્ડ વેવ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નલિયાનું લઘુતમ તાપમાન 5 ડીગ્રી રહી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે ક્ચ્છમાં ઉત્તર તરફના પવન ફૂંકાય છે તેથી તાપમાન ઘટ્યું છે જો કે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, આગામી દિવસોમાં કોઈ કમોસમી વરસાદની સંભાવના છે.

રાજ્યમાં કમોસમી વરસાદી માવઠા બાદ લોકોને હવે ઠંડીના ચમકારાએ બાનમાં લીધા છે. હાલ થોડા દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઉભા રવિ પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે.

ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારથી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ઠંડીનો પારો ગગડયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડા શહેર તરીકે નલિયા ફરી મોખરે રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ 15.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધાયું છે.

Share This Article