મોંઘવારીનો માર : 15 દિવસમાં 100 રુપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર

admin
1 Min Read

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે અને સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં મોંઘવારીએ માજા મુકી છે. પહેલા રોજબરોજની વપરાશમાં આવતા ડુંગળી બટેટા મોંઘા થયા ત્યારબાદ ખાદ્યતેલ મોંઘુ થયુ અને હવે ફરી એકવાર ગેસના ભાવ વધ્યા છે. ઓઇલ કંપનીઓઓએ એલપીજી ગેસની કિંમતોમાં વધારો કર્યો છે. 

14.2 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે 5 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામના સિલિન્ડરમાં 36.50 રૂપિયાનો વધારો થયો છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઓઇઓસી મુજબ દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ હવે 644 રૂપિયા થઈ ગયો છે.

કોલકાતામાં તે 670.50 રૂપિયા, મુંબઈમાં 644 રૂપિયા અને ચેન્નઈમાં 660 રૂપિયા થઈ ગયો છે. મહત્વનું છે કે, 15 દિવસમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયા વધારો થયો છે. 3 ડિસેમ્બરે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા વધારો કરાયો હતો. તો ફરી એક વખત ગેસ સિલિન્ડર 50 રૂપિયામાં મોંઘું થઈ ગયું છે. આ રીતે, ગેસ સિલિન્ડર 15 દિવસમાં 100 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

Share This Article