વિજય દિવસ : પાકિસ્તાન સરહદ પર BSF જવાનોની 180 કિમી રિલે દોડ, શૌર્ય અને સાહસનો પરિચય

admin
1 Min Read

ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્વી પાકિસ્તાનને લઈને 1971માં એક ભીષણ યુદ્ધ થયુ હતું. જેમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો, સાથે જ પૂર્વી પાકિસ્તાન આઝાદ થઈને બાંગલાદેશ બન્યું. દર વર્ષે આ જીતનો જશ્ન મનાવવામાં આવે છે. સાથે જ શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

ત્યારે 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના વીર જવાનોના માનમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પર મધ્યરાત્રિ (13/14 ડિસેમ્બર) ના સમયે 180 કિલોમીટરની રિલે દોડ યોજી હતી. સૌથી વિશેષ બાબત એ છે કે સૈનિકોએ અનુપગઢમાં 11 કલાકથી ઓછા સમયની અંદર આ રેસ પૂર્ણ કરી પોતાની શૌર્ય અને સાહસનો પણ પરિચય આપ્યો હતો.

અનુપગઢમાં આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે રાષ્ટ્રવિરોધી પરિબળોને ખ્યાલ હોવો જોઇએ કે 1971 ના સમયથી ભારતીય સૈન્ય આજે વધુ શક્તિશાળી બન્યું છે, તેથી હાલમાં 12 વાગ્યા સુધી બીએસએફના 900 થી વધુ સૈનિકોમાં આ રેસ પૂર્ણ કરી. મહત્વનું છે કે BSF એ ભારતનું અર્ધલશ્કરી દળ છે, જે શાંતિકાળમાં ભારતીય બોર્ડરની સીમા સુરક્ષા માટે જવાબદાર હોય છે, આ જવાનો મોટા ભાગે ટ્રાઈન્ડ હોય છે અને ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની સીમા પર તૈનાત હોય છે.

Share This Article