સુરતમાં પોલીસ દ્વારા હાથ ધરાયુ કોમ્બિંગ

admin
1 Min Read

સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. પોલીસ કમિશનર સાથે આ દરમિયાન 250 પોલીસકર્મીઓનો કાફલો પણ જોડાયો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કોમ્બિંગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.  સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ ૨૫૦ પોલીસકર્મીની ૧૦  ટીમો સાથે લિંબાયત, કમરુનગર વિસ્તારોમાં કોમ્બિગ કરતા નાસભાગ મચી જવા પામી હતી. દિવાળી ટાણે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે કોમ્બિગ શરૂ કર્યુ છે. લિંબાયતથી શરૂ કરાયેલા આ કોમ્બિગમાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ મળી ૨૫૦થી વધુનો સ્ટાફ જોડાતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. કમિશ્નરે કમરૂનગર , મીઠીખાડી ઉપરાંત પદમાનગર વિસ્તારની પણ મુલાકાત લીધી હતી . આ કોમ્બિગમાં ૪૦થી વધુ શંકાસ્પદ વ્યક્તિને ડિટેઇન કરવા સાથે ૫૦ વાહનો ડિટેઇન કરાયા હતા.  આ કોમ્બિંગમાં પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બહ્મભટ્ટ, જેસીપી મૂલિયાણા, ડીસીપી, એસીપી, ક્રાઇમબ્રાંચ, પીસીબી, એસઓજીના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો.

Share This Article