એક્સર્સાઈઝ કરવાના અનેક ફાયદા

admin
1 Min Read

એક્સર્સાઈઝ કરવાના અનેક ફાયદા રહેલા છે. પરંતુ કેન્સરના દર્દીઓ માટે તે વધુ ફાયદારક છે. ‘કેન્સર જર્નલ ફોર ક્લિનિશ્યિન્સ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે. આ રિસર્ચ ડો. કેથરીનની આગેવાની હેઠળ અમેરિકાની પેન સ્ટેટ કોલેજ ઓફ મેડિસીન દ્વારા કરવામાં આવ્યું હતું. રિસર્ચર્સ અનુસાર કેન્સરની સારવાર દરમિયાન અને પછી એક્સર્સાઈઝ કરવાથી કોલોન, કિડની, મૂત્રાશય, બ્રેસ્ટ, પેટ, અન્નનળી અને એન્ડોમેટ્રિયલ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે.દર્દીઓની ક્ષમતાને આધારે રિસર્ચર્સે અઠવાડિયામાં 3 વખત 30 મિનિટ સુધી મોડરેટ એરોબિક્સ એક્સર્સાઈઝ અને 2 વખત રેઝિસ્ટન્ટ એરોબિક્સ એક્સર્સાઈઝ કરવાની સલાહ આપવામાં આવી . લીડ રિસર્ચર કેથરીન જણાવે છે કે અમારી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સ્પેસિફિક FITT (ફ્રિક્વન્સી, ઈન્ટેન્સિટી, ટાઈમ અને ટાઈપ)ની એક્સર્સાઈઝથી કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. એટલે કે દર્દીઓનાં કેન્સરને આધારિત એક્સર્સાઈઝ કરાવવાથી દર્દીને કેન્સરની સારવાર દરમિયાન રાહત મળે છે.

Share This Article