અમરેલી-સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉપ.પ્રમુખ સામે ફરિયાદ નોંધાઇ

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના સાવરકુંડલામા ગત સપ્તાહે જેસર રોડ પર ચાલી રહેલા રોડના કોન્ટ્રાકટરને કામનબળુ કરવાનુ કહેનાર પાલિકાના ઉપપ્રમુખ જયસુખ નાકરાણીની કથીત ઓડિયો કલીપ વાયરલથયા બાદ આજે ઉપપ્રમુખ જયસુખ અને હિસ્ટ્રીશીટર એવા પુર્વ પાલિકા પ્રમુખ ડી.કે.પટેલે દાદાગીરીપર ઉતરી આવી રોડના સુપરવાઇઝરને મારી નાખવાની અને પગ ભાંગી નાખવાની ધમકી આપતાબંને સામે ગુનો નોંધાયો છે. ભુતકાળમા ભ્રષ્ટાચાર માટે બદનામ થયેલા પુર્વ પ્રમુખ ડી.કે.પટેલ અનેતેના મળતીયાઓ હાલમા પાલિકાનુ સુકાન સંભાળી રહ્યાં છે. તેવા સમયે જેસર રોડ પર મંગલમસોસાયટીમા રોડનુ કામ કરી રહેલા કોન્ટ્રાકટરને જરૂરી માપ સાઇઝનો રોડ બનાવવાના બદલેચણતર ઓછુ રાખી રોડ બનાવવાનુ કહી વહિવટની નાખણી કરવા અંગે કથિત રીતે ઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને કોન્ટ્રાકટરની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી.

Complaint registered against former President and Vice President of Amreli-Savarkundla Municipality

દરમિયાન આજે પાલિકાનાઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને પુર્વ પ્રમુખ ડી.કે.પટેલ જયાં રોડનુ કામ ચાલી રહ્યું હતુ ત્યાં મોટરસાયકલ લઇને ધસી ગયા હતા. અને રોડનુ સુપરવિઝન કરી રહેલા ગીરીશભાઇ ભીખુભાઇવિષ્ણુસ્વામી નામના યુવકને મારી નાખવાની ધમકી દીધી હતી. તમે રોડનુ કામ બરોબર કરતાનથી, કામ બંધ કરી દો તેમ કહી બંને શખ્સોએ ગાળો દઇ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી પણદીધી હતી. એટલુ જ નહી બંને સુપરવાઇઝરને મારવા પણ દોડયા હતા. આખરે સુપરવાઇઝરે બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

Share This Article