બનાસકાંઠા: વાસણા ગામમાં ડીજે વગાડતાં ફરિયાદ નોંધાઇ

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા વાસણા ગામમાં લગ્ન પ્રસંગે મોડે સુધી ડીજે વગાડવા મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  ડીસા રૂરલ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન કંન્ટ્રોલરૂમથી ફોન મળેલ કે ડીસા ના જુનાડીસા વાસણા ગામમાં મોડે સુધી ડીજે સાઉન્ડ વાગી રહેલ છે.

Complaint registered while playing DJ in Vasana village

જે બાબતે સ્થળ પર જઈ તપાસ કરતાં પરેશભાઈ બબાભાઈ માળી નાં ત્યાં લગ્ન પ્રસંગે મોડે સુધી ડીજે સાઉન્ડ વગાડી ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા મામલે પોલીસે પરેશભાઈ બબાભાઈ માળી તેમજ કુલદિપ ડીજે સાઉન્ડ ના માલિક દિનેશભાઈ નીલાભાઇ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article