કોરોનાની ઝપેટમાં આવેલ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ નાજૂક

admin
2 Min Read

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત દિવસે ને દિવસે લથડતી જઈ રહી છે. 22 જૂને ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પણ આટલાં દિવસો વીત્યા છતાં પણ આજ દિન સુધી તેઓની તબિયતમાં સુધારો થયો નથી. ભરતસિંહની તબિયત નાજૂક રહેતાં તેઓનાં પર પ્લાઝમા થેરાપી પણ કરવામાં આવી હતી. પણ પ્લાઝમા થેરાપીની પણ ભરતસિંહ પણ કોઈ અસર થઈ રહી નથી. તેઓને સતત ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત છે. કોરોનાની લાંબી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે.

(File Pic)

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ભરતસિંહના ખબર અંતર જાણવા સિમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી.  22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પરંતું તેમની તબિયત વધુ લથડતા તેમને અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. જોકે તેમની તબિયત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યુ છે. હાલ નાજુક તબિયતના કારણે ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. તો બીજીબાજુ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ 80 વર્ષે કોરોનાને માત આપી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ શંકરસિંહ વાઘેલાને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Share This Article