ગુજરાતમાં વધુ બે રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.. સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ કોરોનાના સંક્મણથી બચી રહ્યા નથી.ત્યારે ગુજરાતના વધુ બે રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસના બનાસકાંઠાના વાવ-ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સુરતમાં ભાજપના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

(ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય, કોંગ્રેસ)

મળતી માહિતી મુજબ, એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબેન ઠાકોરને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

(વીડી ઝાલાવાડિયા, ધારાસભ્ય,ભાજપ )

તો બીજીબાજુ કામરેજના ભાજપ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો તેમની તબિયત સ્ટેબલ છે. જોકે, 3 દિવસ પહેલા CMની બેઠકમાં હાજર હતા. જેથી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Share This Article