ગુજરાતમાં હવે આ જિલ્લામાં વધતો જતો કોરોનાનો કહેર, રાજ્યમાં 24 કલાકમાં 1212 કેસ નોંધાયા

admin
2 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે.  ગુજરાતમાં અમદાવાદ બાદ હવે સુરતમાં ધીમે ધીમે કોરોનાનો પગપેસારો સતત વધતા તંત્ર પણ દોડતુ થયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમણ મામલે સુરત સૌથી મોખરે છે. ત્યારે 21 ઓગસ્ટ સાંજથી 22 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1212 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 85678 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 980 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 14 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2883 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 68357 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 238 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 179, વડોદરામાં 122 અને રાજકોટમાં 99 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 58, જામનગરમાં 80, પંચમહાલમાં 36, અમરેલીમાં 67, ભરુચમાં 32 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14538 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article