રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ કોરોનાની ઝપેટમાં આવ્યા

admin
1 Min Read

દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં લાખો કોરોનાના કેસ સામે આવી ચુક્યા છે. રાજકીય નેતાઓથી લઈ જાણીતી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(File Pic)

પ્રાપ્ત માહિતી અનુસાર, રામજન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હોવાની માહિતી સામે આવી છે. તેઓ 5 ઓગસ્ટે અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર હાજર હતા.

મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના સંક્રમિત હોવાની માહિતી મળ્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. સીએમ યોગી આદિત્યનાથે આ વિશે મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી હતી અને સારવારમાં તમામ શક્ય સહાય કરવાનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે, નૃત્ય ગોપાલદાસ હાલ મથુરામાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર નરેશ ત્રેહાન સાથે પણ વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહંત નૃત્ય ગોપાલદાસને વહેલી તકે સારવાર માટે મેદાંતામાં દાખલ કરવામાં આવશે.

Share This Article