કરદાતાઓ માટે મોદી સરકારે લાગુ કરી નવી સિસ્ટમ, કરદાતાઓને મળ્યા 3 અધિકાર

admin
2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા નવુ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે. પીએમ મોદીએ પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન ‘Transparent Taxation Honoring the Honest’ મંચની શરૂઆત કરી હતી.

(File Pic)

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.

(File Pic)

પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રમાણિક્તાનું સન્માન થશે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્મન્ટ મેક્સિમમ ગવર્નન્સને આગળ વધારે છે. આપને જણાવી દઈએ કે, આજે લોન્ચ કરાયેલા નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાઓને ત્રણ મોટા અધિકાર મળશે. જે અંતર્ગત પ્રમાણિક કરદાતાઓને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. 25 સપ્ટેમ્બરથી દેશભરના નાગરીકો માટે ફેસલેસ અપીલ સુવિધા ઉપલબ્ધ થશે.

(File Pic)

આ સાથે જ હવે ટેક્સમાં પણ સરળતા હશે, ટેકનીકની સહાયતાથી લોકો પર ભરોસો મુકી શકાશે. મહત્વનું છે કે, પહેલાં પોતાના શહેરનો અધિકારી જ મામલાને જોતો હતો, પણ હવે ટેક્નોલોજીને કારણે દેશનાં કોઈપણ ભાગનો અધિકારી કેસની તપાસ કરી શકશે. જો મુંબઈમાં કોઈ કેસ સામે આવે છે તો, તેની તપાસનો કેસ મુંબઈ છોડીને કોઈપણ શહેરની ટીમની પાસે જઈ શકે છે. સાથે જ પહેલાં 10 લાખનો મામલો પણ કોર્ટમાં ચાલતો હતો. પણ હવે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જનાર મામલાઓની સીમા ક્રમશઃ 1-2 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જેથી હવે ફોકસ કોર્ટ બહાર જ નિપટાવવા ઉપર એટલે કે કોર્ટની બહાર જ સમાધાન પર કરવામાં આવશે.

Share This Article