આત્મનિર્ભર ભારતને લઈ મોહન ભાગવતનું મહત્વનું નિવેદન

admin
2 Min Read

દેશને હવે જ્યારે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતે પણ આત્મનિર્ભર ભારતને લઈ મહત્વનું નિવેદન આપ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નહીં. તેમણે કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતોને અનુરૂપ આર્થિક નીતિ ન બનવી અને દુનિયાને કોરોનાના અનુભવોથી સ્પષ્ટ કરાયું છે કે વિકાસનો એક નવો મૂલ્ય આધારિત મોડલની જરૂર છે. ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાનાં બે પુસ્તકોનું લોકાર્પણ કરતાં કહ્યું કે “આઝાદી પછી એવું માનવામાં જ ન આવ્યું કે આપણે લોકો કંઈક કરી શકીએ છીએ. સારું થયું કે હવે શરૂ થઈ ગયું છે.”

(File Pic)

મોહન ભાગવતે કહ્યું કે આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું. જોકે આપણા લોકોનાં જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન અપાયું. તેમણે કહ્યું કે આપણા દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિદેશમાં જે કંઈ છે, એનો બહિષ્કાર નથી કરવાનો, પણ પોતાની શરતે તેને લેવાનું છે.

(File Pic)

ભાગવતે એમ પણ જણાવ્યું કે જ્ઞાનને વિશે દુનિયાથી સારા વિચાર આવવા જોઈએ. તેઓએ કહ્યું કે પોતાના લોકો, પોતાનું જ્ઞાન, પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરનારો સમાજ, વ્યવસ્થા અને શાસન જોઈએ. મહત્વનું છે કે, હાલમાંજ રક્ષા મંત્રાલયમાં પણ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત રક્ષા ક્ષેત્રે 101 આઈટમ્સની યાદી તૈયાર કરવામાં આવી છે જેની આયાત પર રોક લગાવવામાં આવશે.

Share This Article