ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો , 510 કેસ નોંધાતા ખળભળાટ

admin
1 Min Read
A magnified coronavirus germ is displayed on a desktop computer monitor during coronavirus patient sample detection tests in the virology research labs at UZ Leuven university hospital in Leuven, Belgium, on Friday, Feb. 28, 2020. China has kick-started a clinical trial to speedily test a drug for the novel coronavirus infection as the nation rushes therapies for those afflicted and scours for vaccines to protect the rest. Photographer: Geert Vanden Wijngaert/Bloomberg via Getty Images

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજે રોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં  કોરોનાના વધુ 510 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ઊંઘ હરામ થઈ છે.

ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 21554 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 370 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 34 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1347 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 14743 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 343 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 73, વડોદરામાં 35 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 8, ખેડામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા-અરવલ્લી-આણઁદ-સુરેન્દ્રનગરમાં 4-4 પોઝટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર-કચ્છ-જામનગર-ભરુચ-જુનાગઢ-પોરબંદર-મોરબીમાં 2-2 કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 5464 એક્ટિવ કેસ છે જે પૈકી 69 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5395 દર્દી સ્ટેબલ છે.

Share This Article