કોરોના મહામારીથી બચવા તૈયાર કરાયું LED માસ્ક

admin
1 Min Read

હાલ આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ મહામારીના સંક્રમણને રોકવા માટે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનેટાઈઝેશન, વારંવાર હાથ ધોવા, મોઢા પર માસ્ક પહેરવું અને કામ વગર ઘરની બજાર ન જવું જેવી સરકાર અને તબીબો દ્વારા જાહેર કરેલ ગાઇડલાઈનનું પાલન કરી રહ્યા છે.

કોરોનાના કારણે માર્કેટમાં માસ્કની ડિમાન્ડ પણ સતત વધી રહી છે. તેથી માર્કેટમાં હવે અલગ-અલગ પ્રકારના માસ્ક જોવા મળી રહ્યા છે. ત્યારે ગેમ ડિઝાઈનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયલે ખાસ પ્રકારનું માસ્ક તૈયાર કર્યો છે.

તેને પહેરો છો ત્યારે વાત કરવા પર LED લાઈટ પ્રકાશિત થાય છે. આ લાઈટ જણાવે છે કે, સામેવાળી વ્યક્તિ ક્યારે વાત કરી રહ્યો હતો અને ક્યારે ચુપ છે. તમે જ્યારે હસતા હશો ત્યારે માસ્કની સામે સ્માઈલીનો સિમ્બોલ બને છે.

કપડાના આ માસ્કમાં 16 LED લાઈટ લગાવવામાં આવી છે. તેને તૈયાર કરનાર પ્રોગ્રામર ટેલરના જણાવ્યા પ્રમાણે, મને તેની જરૂરિયાત અનુભવાઈ અને તેને બનાવવાનો વિચારનો જન્મ થયો. ત્યારબાદ એક મહિનો સતત મહેનત કર્યા બાદ તૈયાર થઈ ગયો. એક માસ્કની કિંમત આશરે 3800 રૂપિયા છે.

Share This Article