કોરોના ઈફેક્ટ : અ’વાદમાં સફાઈ કર્મચારીઓ માસ્ક પહેરવું અનિવાર્ય, AMTS-BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકાશે

admin
1 Min Read

વિશ્વમાં જે પ્રમાણે કોરોના વાઇરસ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે ત્યારે તેની સાવચેતી રાખવા માટે અને ગુજરાતમાં કોરોના વાઇરસ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ‘નમસ્તે’ અંતર્ગત કોરોના વાઈરસ સામે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી સાવચેતીની માહિતી આપી હતી.

તેમાં તેમણે જણાવ્યું હતું કે, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર સેનિટાઈઝર મૂકવામાં આવશે.ઉપરાંત સાફસફાઈ કરનાર સફાઈ કામદારોને માસ્ક પહેરવાના રહેશે તેવી માહિતી આપી હતી.

સાથે જ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી…વિજય નેહરાએ વધુ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓએ પણ  માસ્ક પહેરવાના રહેશે. સાથે જ વૃદ્ધાશ્રમોમાં તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું…સામાન્ય લોકો માસ્ક પહેરવું જરૂરી નહીં.

જે લોકો અસરગ્રસ્ત અથવા અન્ય દેશમાંથી આવ્યા હોય તો તેઓ ઘરમાં એક રૂમમાં રહો, 104 નંબર પર ફોન કરો, કોર્પોરેશનના અધિકારી અને ડોક્ટર આવશે. જરૂર પડ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને સારવાર કરવામાં આવશે. સામાન્ય નાગરિકોએ માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી માત્ર શંકાસ્પદ હોય તે લોકોએ જ પહેરવું.

Share This Article