તો ગરમીમાં ઘટી જશે કોરોના વાયરસનું જોર?, ACના વપરાશથી વધે છે કોરોનાનું જોખમ

admin
1 Min Read

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને હાલ સુધી એક લાખ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 3300ને પાર પહોંચી ચૂકી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 31ની થઈ છે. તેમાંથી 3 દર્દીઓની સારવાર શક્ય બની છે. કોરોના કયા કારણે ફેલાય છે તેના કોઈ ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી અને સંક્રમણથી બચવા માટે સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવે છે.

આ વાયરસ એકમેકના સંપર્કમાં આવવાથી ફેલાય છે. Covid-19 ફાટી નીકળવાનું ચોક્કસ કારણ હજું સુધી બહાર આવ્યું નથી… જોકે, આનાથી બચવા માટે સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવા અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. કેમ કે, આ વાયરસ એક-બીજાના સંપર્કમાં આવવાથી ઝડપી રીતે ફેલાય છે….

કોરોના વાયરસ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગરમી આવતાની સાથે જ કોરોના વાયરસ ખત્મ થઈ જશે કેમ કે, વધારે તાપમાનમાં તે કમજોર થઇ જાય છે.

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, 38 ડિગ્રી સેલ્સિયસ અને 95 ટકા ભેજ હોવા પર કોરોના વાયરસની ક્ષમતા ખત્મ થવા લાગે છે. આ વાયરસનો ખતરો ઘરની અંદર બંધ તાપમાનમાં વધારે રહે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, એસીના વપરાશથી કોરોનાનો ખતરો વધી જાય છે.

Share This Article