ઇડરમાં કોરોના વાયરસે કર્યો પ્રવેશ , તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસે આંતક ફેલાવ્યો છે. આ કોરોનાની મહામારીને કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે લોકડાઉન દરમિયાન તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તેવામાં સાબરકાંઠામાં આવેલા ઇડરમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયા હતા. આ કેસ નોંધાતા ઇડરમાં કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરીને અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

કોરોના મહામારીને લઈને ઇડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રશાશન અને ઇડર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર જે.એસ. કુંપાવત, નગરપાલિકા ચીફ ઓફિસર એલ.બી.દેશાઈ, ઇડર મામલતદાર, પ્રાંત અધિકારી, ઇડર D.H.O કે.એસ.ચારણ અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં ઇડરના રામ ટેકરી, વિજયનગર સોસાયટી, નાયક નગર, રામાપીર મંદિર અને દલજીત નગર વગેરેને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા હતા.

Share This Article