વડોદરામાં કોરોના વોરિયર્સ માટે કરાયું પેઇન્ટિંગ, અખિલ ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું સન્માન

admin
1 Min Read

દેશભરમાં કોરોના વાયરસે આંતક મચાવ્યો છે, ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનનાં પગલે સરકાર દ્વારા તકેદારીનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ કોરોના સામેની જંગમાં લડી રહ્યા છે.

તેવામાં વડોદરામાં કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાજધાની ફાઉન્ડેશન ગ્રૂપ દ્વારા કોરોના વોરિયર્સના સન્માન માટે રાધનપુર ચાર રસ્તા અને તોરણવાળી ચોક ખાતે રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ વિદ્યાર્થીઓને ૧૩ ફૂટ ઊભું અને ૭ ફૂટ લાંબુ પેઇન્ટિંગ દોરતા ૫ કલાક જેટલો સમય થયો હતો. આ પેઇન્ટિંગ દ્વારા ડોક્ટર્સ, નર્સ, મેડિકલ – પેરમેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, સ્વચ્છતા કર્મીઓ, સેવાભાવી સંસ્થાઓ તેમજ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મિત્રો જેવા તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનવામાં આવ્યો હતો.

Share This Article