કોરોનાનો કહેર : એક જ દિવસમાં કેસમાં 10 હજારથી વધુનો ઉછાળો

admin
1 Min Read

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 67 લાખને પાર થઈ ગયો છે. બીજીબાજુ સોમવારે કોરોના કેસમાં આંશિક રાહત બાદ મંગળવારે ફરી કોરોનાથી સંક્રમિત કેસની સંખ્યામાં 10 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 72049 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જ કુલ કેસનો આંકડો 67,57,132 પર પહોંચ્યો છે. જોકે કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 82203 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 57,44,694 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે ભારતમાં અત્યારે 9,07,883 કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યુ છે.

તો દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 986 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. મહત્વનું છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 11,99,857 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 8,22,71,654 સેમ્પલનું ટેસ્ટિંગ 6 ઓક્ટોબરે કરાયું હતું.

Share This Article