20-20 : નરેન્દ્ર મોદીની ગુજરાતના વિકાસ મોડલથી દિલ્હી સુધીની સફર

admin
1 Min Read

આજે 7 ઓક્ટોબર છે ત્યારે આજ તારીખે આજથી 20 વર્ષ પહેલા એટલે કે 7 ઓક્ટોબર 2001માં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે ગુજરાતની કમાન સંભાળી હતી. નરેન્દ્ર મોદીએ એવા સમયે ગુજરાતની કમાન સંભાળી હતી જ્યારે કચ્છમાં ભયંકર ભૂકંપથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ વધુને વધુ મજબૂત થતુ ગયું. તેઓ સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાત મોડલની સફળતા બાદ નરેન્દ્ર મોદીને ભાજપે 2013માં PM પદના ઉમેદવાર જાહેર કર્યાં. ગુજરાત વિકાસ મોડલથી લઇને 21મી સદીના નવા ભારતના વિકાસ મૉડલને લઇને પીએમ મોદીના વિચારોને મળેલા સમર્થનમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પહેલી વખત સંપૂર્ણ બહુમતિ મેળવી અને 26 મે 2014ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન બની ગયા.

સત્તા માં આવ્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના, મુદ્રા યોજના, જન સુરક્ષા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, પીએમ આવાસ યોજના, સૌભાગ્ય યોજના, ભીમ-યૂપીઆઇ યોજના, આયુષ્યમાન ભારત અને પીએમ-કિસાન જેવા જનકલ્યાણ કાર્યક્રમ ચલાવ્યાં.

Share This Article