Connect with us

હેલ્થ

હજી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કોરોનાની બીજી લહેર : AIIMS ડાયરેક્ટર

Published

on

દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક ધારણ કરી રહી છે. દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2નો નવો સ્ટ્રેન સંક્રમણ ફેલાવવાની ગતિ પ્રમાણે જૂના કે મૂળ સ્ટ્રેનથી ખુબ વધુ ખતરનાક છે.

એઈમ્સ ડાયરેક્ટરે ચેતવ્યા કે જો સ્થિતિમાં ફેરફાર ન થયો તો વધતા ઇન્ફેક્શન રેટને કારણે આપણી હેલ્થ સિસ્ટમે તેની કિંમત ચુકવવી પડશે. ગુલેરિયાએ પ્રશાસન અને એજન્સીઓને જમીની સ્તર પર કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરાવવાને લઈને આકરા પગલા ભરવા માટે ખાસ આગ્રહ કર્યો છે.

તેમણે જણાવ્યું કે, કોરોના ઝડપથી ફેલાવા પાછળ સૌથી મોટુ કારણ માસ્ક ન પહેરવું, બે ગજની દૂરીનું પાલન ન થવું, સમય સમય પર હાથ ન ધોવા જેવી બેદરકારી છે. હવે લોકો ચિંતા મુક્ત થઈ ગયા છે. તે સંક્રમણથી બચવાને લઈને વધુ સતર્ક નથી. તે કારણે દરરોજ એટલા કેસ થઈ ગયા કે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. આ ઉપરાંત તેમણે રસીકરણના માધ્યમથી કોવિડ પર નિયંત્રણ મેળવી શકાશે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

હેલ્થ

દેશમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સિનના 58 લાખથી વધુ ડોઝ થયા બેકાર

Published

on

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતી જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. તેમજ વધુમાં વધુ લોકોનો કોરોના ટેસ્ટ અને વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ પણ સામે આવ્યા છે.

દેશમાં કોરોનાની રસીના અલગ અલગ રાજ્યોમાં 58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા છે. કેન્દ્ર સરકારે તેનો એક ડોઝ 150 રુપિયાના લેખે ખરીદ્યો હતો. આ હિસાબથી રસીકરણના 88 દિવસમાં સરકારને 87 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યુ છે. રાજ્યોમાં રસીકરણના તાજા સમીક્ષા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા 1.06 કરોડ ડોઝમાંથી 90 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 5 લાખથી વધારે ડોઝ ખરાબ થઈ ગયા છે.

રિપોર્ટ મુજબ કેરળ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં એક પણ ડોઝ ખરાબ નથી થયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં રસી બર્બાદ થવાનો દર હજું પણ 8 ટકા છે જે ચિંતાજનક છે. વેક્સિનના ડોઝ ખરાબ થવા પાછળનું કારણ એ છે કે કોવિશીલ્ડના એક વોયલમાં 10 લોકોના ડોઝ હોય છે. જ્યારે કોવાક્સિનના એક વોયલમાં 20 ડોઝ હોય છે. એક વાર વોયલ ખુલી જાય છે તો ચાર કલાક માટે અંદરના તમામ ડોઝ લગાવવા જરુરી છે. પરંતુ કેન્દ્ર પર જોવા મળી રહ્યુ છે કે એક એક વોયલમાં 4થી 5 ડોઝ ખરાબ થઈ રહ્યા છે.

Continue Reading

હેલ્થ

હવે કોરોનાની રસી પણ ઘરે બેઠા મળી રહે તે માટેનું થઈ રહ્યું છે પ્લાનિંગ, ચૂકવવો પડશે ચાર્જ

Published

on

દેશભરમાં કોરોના વાયરસની નવી લહેરના કારણે સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. તેમજ હવે રસીકરણ માટે સરકાર એક નવી યોજના પર વિચાર કરી રહી છે.

દેશમાં સ્પુટનિક-વીની રશિયન કોરોના રસીને મંજૂરી પછી લોકોને હવે ઘરે ઘરે જઈને રસી આપવાની યોજના દેશમાં આકાર લઈ શકે છે. દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ વેકસિનેશન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે.

એવી અપેક્ષા છે કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્પુટનિક વી રસીની પરવાનગી સાથે, લોકોને હવે રસીકરણ માટે ઘરે ઘરે જવાનો પ્લાન છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર આગામી ત્રણ મહિનામાં દેશની મોટા ભાગની વસ્તીને રસી આપવાની યોજના ધરાવે છે. આ માટે, 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે આ સુવિધા માટે લોકોએ ચાર્જ ચુકવવાનો રહેશે.

Continue Reading

વર્લ્ડ

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Published

on

હાલ સમગ્ર દુનિયા કોરોન વાયરસથી છુટકારો મેળવવા મથી રહી છે. એવામાં વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ ઘાતક વાયરસ અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુનિયાભરમાં ડિસીઝ એક્સ નામની મહામારી આગામી સમયમાં સામે આવી શકે છે જેના કારણે કરોડો લોકોના મોત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ રોગ ઇબોલા વાયરસ જેવો જીવલેણ સાબિત થઈ શકે છે. હેલમહોલ્ટ્ઝ-સેન્ટરના ડો.જોસેફ સેટલે કહ્યું, કે “પ્રાણીની કોઈપણ જાતિ રોગનું કારણ બની શકે છે.” જો કે, ઉંદર અને ચામાચીડિયા જેવી પ્રજાતિઓ વધુ હોય ત્યાં રોગના સ્ત્રોતની સંભાવના વધારે છે. તેમણે કહ્યું કે તે પ્રજાતિઓની અનુકૂલનક્ષમતા પર આધારીત છે.

વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, આ રોગના કારણે 7 કરોડથી વધુ લોકોના મોત થઈ શકે છે. જોકે, હાલ આ રોગ અંગે વધુ કંઈ જાણી શકાયુ નથી. પરંતુ આ અજાણ્યો રોગ આગામી રોગચાળો બની શકે છે. તેનો એક દર્દી કોંગોમાંથી મળી આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) નો અંદાજ છે કે દર વર્ષે આ રોગના આશરે એક અબજ કેસ થઈ શકે છે અને અનેક લોકોના મૃત્યુ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે ડિસીઝ એક્સ બ્લેક ડેથ કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.