અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણનાં એંધાણ

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં બગાવતના સુર ઉઠ્યા છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે. 20 સદસ્યોમાંથી બાર સદસ્યો કોંગ્રેસના છે અને પ્રમુખ પદે કોંગ્રેસના રાઘવ સાવલિયાએ સાવરકુંડલાના સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાતની સામે મોરચો ખોલીને અમરેલી જિલ્લા કોંગ્રેસમાં તૂટવાના સમીકરણોનો સિલસિલો ફરી શરૂ થવાના એંધાણો શરુ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.  આજે સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીનો નવા વર્ષનો સ્નેહમિલનના કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતની આમંત્રણ કાર્ડમાંથી બાદબાકી કરીને અમરેલીના ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયાને આમંત્રિત કરીને કોંગ્રેસ સામે ખૂલ્લેઆમ બગાવત કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવ સાવલિયાએ આદરી દેતા અમરેલીના રાજકારણમાં સોપો પડી ગયો હતો. ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે આક્ષેપો કરીને દુધાત ફોન ન ઉપાડતા હોવાનું કહીને બગાવત શરૂ કરી છે.

 

Share This Article