વડોદરામાં ક્રિક્રેટ પ્રેમીઓએ મનાવ્યો ક્રિકેટ ઉત્સવ

admin
1 Min Read

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ કોલકત્તામાં 22 નવેમ્બરથી ગુલાબી બોલથી રમાશે ત્યારે વડોદરાના ક્રિકેટ પ્રેમીઓએ ક્રિકેટ ઉત્સવ મનાવ્યો હતો… વડોદરાના સમા જલારામ મંદિરની સામે આવેલ જય યોગેશ્વર સોસાયટી પાસે ક્રિકેટ પ્રેમીઓ પિંક કન્સેપ્ટ સાથે એકત્ર થયાં હતાં.તિરંગા સાથે ભારત માતાકી જય, જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગાના નારા લગાવી ક્રિકેટપ્રેમીઓએ પોતાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કર્યો હતો.આ ક્રિકેટ ઉત્સવમાં યુવક,યુવતીઓ,બાળકો અને મહિલાઓ જોડાઈ હતી. આપને જણાવી દઈએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 નવેમ્બરથી કોલકત્તામાં ડે-નાઈટ ટેસ્ટ રમાવાની છે. આ બન્ને દેશ માટે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. સામાન્ય રીતે ટેસ્ટમાં લાલ બોલ વાપરવામાં આવે છે, પરંતુ ડે-નાઈટ ટેસ્ટમાં લાલ બોલ જોવામાં સમસ્યા થતી હોવાના કારણે તેમાં ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબી બોલ પર લાલ બોલની સરખામણીએ બહારની લેયર પર વધુ પેઈન્ટ કરવામાં આવે છે. જેથી બોલ જલ્દી ખરાબ ના થાય જેના કારણે બોલની ચમક વધુ સમય સુધી રહે છે. ચમક વધુ હોવાનો અર્થ એ છે કે ઝડપી બોલર્સને વધુ સ્વિંગ મળશે.

Share This Article